રાજ્ય સરકારના હુકમથી શરતોને આધીન મળ્યો સજા માફીનો લાભ
સમાજમાં પુન: સ્થાપિત થઇ સારા કર્મ કરે તેવી શુભકામનાઓ પાઠવી ધાર્મિક પુસ્તક ભેટમાં આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહીત રાજ્યભરની જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓની વર્તણુક સારી હોય અને મોટાભાગની સજા ભોગવી લીધી હોય તેને રાજ્ય સરકાર તરફથી સજા માફીનો લાભ મળતો હોય છે આવા જ એક કિસ્સામાં રાજકોટ -જેલમાં બંદીવાન મહિલા સહીત ચાર આરોપીઓ આજે જેલ મૂક્ત થયા છે સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા શુભ આશયથી ચારેયને ધાર્મિક પુસ્તક આપવામાં આવ્યું હતું.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 457ની જોગવાઈ મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા નરેન્દ્રસિહ ઉર્ફે બાપુ મોહનસિંહ સોલંકી, આણંદભાઈ કાબાભાઇ બારૈયા, વિજયાબેન ઉર્ફે વીજુ ભાવેશભાઈ ઢોલરીયા અને મુકેશભાઈ ઉર્ફે કૈલી દલપતભાઈ રાઠોડને રાજ્ય સરકારના જેલ મુક્તિના હુકમથી આજે સજા માફીનો લાભ મળ્યો છે ઉપરોક્ત ચારેય આરોપીની જેલમાં વર્તણુક સારી હોય તેમજ મોટાભાગની સજા કાપી લીધી હોવાથી મૂક્ત કરવામાં આવ્યાહતા આ તકે ઇન્ચાર્જ જેલ અધિક્ષક બી બી પરમાર, સુધીરભાઈ સહિતનાએ ચારેય સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા શુભ આશયથી શ્રીમદ ભાગવત ગીતા ભેટમાં આપી સારા નાગરિક બની બાકીની ઝીંદગી વિતાવે તેવી શુભકામના પાઠવી હતી.