પ્રધાનમંત્રી મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથે અખિલેશ યાદવને ફોન કરીને પિતા મુલાયમ સિંહ યાદવની તબિયતના હાલચાલ જાણ્યા હતા.
સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની સ્થિતિ ગંભીર બનતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા છે. મુલાયમના તબિયતની જાણકારી મળતાં પીએમ મોદી અને રાજનાથે સપા અધ્યક્ષ અખિલેશ યાદવને ફોન કરીને તેમના પિતાના હાલચાલ જાણ્યા હતા.
- Advertisement -
પીએમ મોદીએ અખિલેશને કહ્યું- જે સહાય જરુરી હોય તો માગી લેજો
પીએમ મોદીએ ફોન પર અખિલેશને કહ્યું કે તેમને જે પણ જરુરી સહાયતા જોઈતી હોય તો તેઓ હાજર છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव से बात की और मुलायम सिंह यादव के स्वास्थ्य के बारे में जानकारी ली। उन्होंने यह भी कहा कि जो भी संभव सहायता की जरूरत होगी उसके लिए वे मदद के लिए मौजूद हैं: सूत्र
(फाइल फोटो) pic.twitter.com/l1hK3wVutC
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) October 2, 2022
રાજનાથ સિંહે પણ જાણ્યા હાલચાલ
પીએમ મોદી પહેલા રાજનાથ સિંહે પણ અખિલેશને ફોન કરીને તેમની તબિયતના હાલચાલ જાણ્યા હતા. રાજનાથે ટ્વિટ કરીને મુલાયમના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી હતી.
મેદાંતામાં દાખલ જ હતા, રવિવારે તબિયત વધારે બગડી
મુલાયમસિંહ યાદવની તબિયત રવિવારે કથળી હતી. આ પછી, તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહને પહેલા પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઓક્સિજનનું સ્તર ઓછું હોવાના કારણે તેમણે મૂત્રમાર્ગ અને છાતીમાં સંક્રમણની ફરિયાદ કરી હતી. ડો.સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. મુલાયમ સિંહની તબિયત લાંબા સમયથી ખરાબ છે.
रक्षा मंत्री राजनाथ सिंह ने समाजवादी पार्टी के प्रमुख अखिलेश यादव से फोन पर बात कर उनके पिता मुलायम सिंह यादव के स्वास्थ्य की जानकारी ली। pic.twitter.com/DvG9Tyivks
— ANI_HindiNews (@AHindinews) October 2, 2022
અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ મેદાંતા પહોંચ્યાં
મુલાયમ સિંહની તબિયત વિશે માહિતી મળ્યા બાદ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા છે. શિવપાલ સિંહ યાદવ પણ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે નેતાજી ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે, તેમની હાલત સ્થિર છે. વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
મુલાયમની તબિયત સારી છે- રાકેશ યાદવ
સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવે કહ્યું કે મુલાયમ સિંહ યાદવની તબિયત સ્થિર છે. આજે તેનું ઓક્સિજન લેવલ થોડું ઘટી ગયું હતું, પરંતુ ડોક્ટરોના મતે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેનું રૂટિન ચેકઅપ રોજ કરવામાં આવી રહ્યું છે.