રાજકોટ CID ટીમે આરોપીને ઝડપી લીધો, કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડમાં ધરપકડના સિલસિલા બાદ માળિયા પંથકમાં પણ બોગસ ખેડૂત ખાતેદાર બનાવવા માટે ખોટા સોગંધનામ અને ખોટો વારસાઈ આંબો બનાવી કોભાંડ આચરવામાં આવ્યું હતું જે અંગે ગત મેં માસમાં ગુનો નોંધાયા બાદ રાજકોટ ભશમ ટીમને તપાસ સોપવામાં આવી હતી અને ભશમ ટીમે તત્કાલીન તલાટી કમ મંત્રીને ઝડપી લીધો છે
- Advertisement -
ગત મે માસમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરાએ માળીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહેશ પ્રભાશંકર રાવલે કરેલા ખોટા સોગંદનામા દર્શાવેલ ઉંમર પણ ખોટી હોવાનું અને તેમની પુત્રી અને પિતા વચ્ચે સોગંદનામા મુજબ માત્ર ચાર વર્ષનો જ ફેર હોય બોગસ ખેડુત ખાતેદાર બનવા જ આ કૃત્ય આચર્યું હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું, બોગસ વારસાઈ આંબો બનાવનાર મહેશ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામાના આધારે ખેડૂત બનનાર, વારસાઈ આંબાનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તેમજ બોગસ ખાતેદાર બનવા ખોટા વારસાઈ આંબા બનાવવાની કાર્યવાહીના મદદ કરનાર તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 465, 467,468,471,120 (બી) અને કલમ 34 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને રાજકોટ ભશમ ટીમને તપાસ સોપવામાં આવી હતી
રાજકોટ ભશમ ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી અને હાલ મોરબીના ખાખરાળા ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી ભરત દેવજીભાઈ ખોખર (ઉ.વ.37) રહે યદુનંદન 22, ક્ધયા છાત્રાલય રોડ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યો છે અને આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી અઠે રજુ કરવામાં આવશે