અલ્તાફ મર્ચન્ટ 4 વર્ષથી BCCIના રેફરી તરીકે કાર્યરત, છેલ્લા 25 વર્ષનો ક્રિકેટ ક્ષેત્રનો અનુભવ
ખાસ-ખબર સંવાદદાતા
આજથી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના ક્રિકેટરસિકોને આઈપીએલ જેવી જ ‘હાઇ વોલ્ટેજ’ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગથી ચોગ્ગા-છગ્ગાની જમાવટ જોવા મળશે. આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉદ્ધાટન કરશે. જો કે, આ મેચ રેફરી તરીકે સતત બીજી વખત રાજકોટના અલ્તાફ મર્ચન્ટ કાર્યરત રહેશે. અલ્તાફ મર્ચન્ટના અંગત જીવનની વાત કરીએ તો તે રણજી ટ્રોફીના પૂર્વ કેપ્ટન રહી ચુક્યા છે. વર્ષ 1997થી લઈ 2004 સુધી અલ્તાફ દિલીપ અને દેવધર ટ્રોફી પણ રમી ચુક્યા છે. જ્યારે હાલ તેઓ છેલ્લા 4 વર્ષથી ભારતીય ક્રિકેટ બોર્ડ (ઇઈઈઈં)માં રેફરી તરીકે કાર્યરત છે. અલ્તાફ મર્ચન્ટે ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બીસીસીઆઈમાં રેફરી બનવા માટે 25 જેટલા મેચ રમેલા હોવું જરૂરી છે. અને તેમાં પ્રેક્ટિકલ અને થિઅરીકલ પરીક્ષા લેવામાં આવે છે. જેને પાસ કરવી જરૂરી હોય છે. અલ્તાફ મર્ચન્ટે વધુમાં જણાવ્યું કે, મહેન્દ્ર રાજદેવ મારા કોચ હતા. જેણે મને ક્રિકેટ વિશે ઘણું શીખવ્યું.
- Advertisement -
હાલ BCCIમાં 71 રેફરી કાર્યરત
અલ્તાફ મર્ચન્ટે વધુમાં જણાવ્યું હતું કે, બીસીસીઆઈમાં હાલ
71 રેફરી કાર્યરત છે. જેમાં બીસીસીઆઈ ડોમેસ્ટીક મેચ જેવા કે, અંડર-16-19 અને 23 તથા રણજી ટ્રોફીમાં અલગ અલગ રેફરીની નિમણૂક કરે છે. જ્યારે સૌરાષ્ટ્ર પ્રિમિયલ લીગના રેફરી તરીકે મારી નિમણૂક કરાઈ છે.