મંગળવારે 95 વર્ષની વયે બાદલે અંતિમ શ્વાસ લીધા: વડાપ્રધાન મોદીએ શ્રધ્ધાંજલી આપી
પદ્મવિભૂષણથી સન્માનિત હતા સ્વ. પ્રકાશસિંહ
- Advertisement -
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું મંગળવારે નિધન થઈ ગયું છે. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા. મોહાલીમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રકાશસિંહ બાદલે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. 95 વર્ષના બાદલને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જે બાદ તેઓ સારવાર માટે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા.
પ્રકાશસિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર, 1927નાં રોજ શ્રી મુખ્તાર સાહિબમાં થયો હતો. વરિષ્ઠ અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી પદે રહ્યાં છે. તેમનું નિધન થતા કેન્દ્ર સરકારે બે દી’નો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યું- પ્રકાશસિંહ બાદલજીના નિધનથી અત્યંત દુ:ખ થયું. તેઓ ભારતીય રાજનીતિની એક મહાન હસ્તિ હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રકાશસિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું- સામાન્ય લોકો અને ખેડૂતોના હિતમાં પ્રકાશસિંહ બાદલે આજીવન સંઘર્ષ કર્યો. સમાજ, પ્રદેશ તેમજ દેશના વિકાસમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું.
- Advertisement -
Shri Parkash Singh Badal’s passing away is a personal loss for me. I have interacted closely with him for many decades and learnt so much from him. I recall our numerous conversations, in which his wisdom was always clearly seen. Condolences to his family and countless admirers. pic.twitter.com/YtD9xKsos2
— Narendra Modi (@narendramodi) April 25, 2023
રાજનાથ સિંહે ટવીટ કર્યું- પ્રકાશસિંહ બાદલજી એક રાજનીતિક દિગ્ગજ હતા, તેમણે દશકાઓ સુધી પંજાબની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રકાશસિંહ બાદલ પાંચ વખત પંજાબની કમાન સંભાળી છે સાથે જ તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે પણ કામ કર્યું છે. પ્રકાશસિંહ બાદલને 30 માર્ચ, 2015નાં રોજ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Badal Sahab was the son of soil who remained connected to his roots, all his life. I fondly remember my interactions with him on several issues.
I’m deeply anguished by his demise. His demise is a personal loss to me. My heartfelt condolences to his bereaved family and…
— Rajnath Singh (@rajnathsingh) April 25, 2023