- હાલ તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યું
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને તાવ અને છાતીમાં ચેપની સારવાર માટે મહારાષ્ટ્રના પુણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. 89 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિને બુધવારે ભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ હતી. તે સ્વસ્થ છે અને તેની સારવાર ચાલુ છે. તેમના પર ડોકટરો કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
- Advertisement -
Former President Pratibha Patil admitted to Bharti hospital in Pune, condition stable
Read @ANI Story | https://t.co/feWIPKNdaF#PratibhaPatil #Pune pic.twitter.com/wNdyHTqB89
— ANI Digital (@ani_digital) March 14, 2024
- Advertisement -
વધુમાં જણાવ્યું કે, “ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ અને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ હતી.હાલ તેઓ સ્વસ્થ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
તેઓ ડોક્ટરોના કડક નિરીક્ષણ હેઠળ છે.” તમને જણાવી દઈએ કે પ્રતિભા પતિત ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. 2007 થી 2012 સુધી ટોચની બંધારણીય પોસ્ટ્સ પર રહ્યા.