રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા જણાવે છે કે અંતે સરકારે ઝૂકવું પડ્યું ખેડૂતોની એકતા સામે કોઈનું કાંઈ ન ચાલ્યું. ખેડૂતોએ તેમની સાથે કપરા કાળમાં જે પક્ષો ઉભા રહ્યા હતા તેમનો અને ખાસ કોંગ્રેસનો આભાર માન્યો.
ભારતમાં જે રીતે ખેડૂતોને ભાજપની સરકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા છે તે ખેડૂતો ક્યારેય નહીં ભૂલે મારી જેવા એક ખેડૂતો પણ જો ત્રણ દિવસ જેલ ભોગવવી પડતી હોય અને એ પણ ગાંધીજીના ગુજરાતમાં આ ગુજરાતમાં હવે લગભગ લોકશાહી સમાપત થતી હોય તેવું લાગી રહ્યું છે કારણકે વિરોધ કરવાનો કોઈને પણ અધિકાર ભાજપ સરકાર રહેવા દીધો નથી જે બંધારણીય રીતે બંધારણની વિરુદ્ધ છે દરેક નાગરિકને પોતાનો અવાજ સરકાર હોય તેની સામે સાચી વાત કરવાનો બંધારણીય અધિકાર છે આ દેશમાં ભાજપના શાસકોએ ત્રણ કાળા કાયદા લાવી ખેડૂતોને બરબાદ કરવાનો અને ખેડૂતોની જમીન આડત્રી રીતે જુઠવી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ દેશના ખેડૂતો અને ખાસ કરીને હરિયાણા ઉત્તરપ્રદેશ અને પંજાબના ખેડૂતોએ જે રીતે સરકાર સામે બાથ ભીડી અને ખેડૂતો સહિદ થયા આ ખેડૂતોની એકતા શહીદી અને ધીરજ નું પરિણામ છે કે અંતે સરકારે ઝૂકવું પડયું છે હું એક ખેડૂત તરીકે દેશના તમામ ખેડૂતોને વંદન કરું છું અને વિનંતી કરું છું કે આપણે જો એક હસું તો કોઈએ પણ એ એકતા સામે જુકવું પડતું હોય છે અને એકતા ખેડૂતે બતાવી છે સરકારને ખેડૂતોએ પોતાની તાકાતનો પરચો પણ બતાવ્યો છે અને આગામી દિવસોમાં સરકાર જો ફરીવાર આવી ભૂલ કરશે તો ખેડૂતો સહન નહીં કરે છેલ્લે છેલ્લે પણ ભાજપને જે સદબુદ્ધિ ભગવાને આપી છે અમે ચાર રાજ્યોમાં ઇલેક્શન માથા ઉપર છે ત્યારે એક સર્વે દ્વારા જાણવા મળ્યા મુજબ આ ઇલેક્શન મા ભાજપને તમામ રાજ્યોમાંથી સુપડા સાફ થવાની બીક લાગી છે અને તેના માટે તેમને કૂટનીતિ સુજી છે ખેડૂત એકતા જીંદાબાદ ખેડૂત એકતા જીંદાબાદ જય જવાન જય કિસાન તેવું વશરામ ભાઈ સાગઠિયા એ યાદીના અંતમાં જણાવ્યું છે.
- Advertisement -



