તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીને પદ પરથી હટવાનો આદેશ આપનાર અલાહાબાદ કોર્ટનાં કેસમાં તેમણે રાજનારાયણનું પ્રતિનિધિત્વ કરેલુ
દેશના પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ શાંતિભૂષણનું મંગળવારે નિધન થયુ હતું. તેમની ઉંમર 97 વર્ષની હતી તેમણે દિલ્હી ખાતે તેમના નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા.શાંતિભૂષણે અલાહાબાદ હાઈકોર્ટમાં ખૂબ જ પ્રખ્યાત કેસમાં રાજનારાયણનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યારપછી તેઓ જાણીતા થયા હતા.
- Advertisement -
ત્યારબાદ 1974 માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પદ પરથી હટી જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. શાંતિભુષણે મોરારજી દેસાઈની સરકારમાં 1977 થી 1979 સુધી ભારતનાં કાયદા મંત્રી તરીકે સેવા આપી હતી.
તેમણે 2018 માં સુપ્રિમ કોર્ટમાં માસ્ટર ઓફ રોસ્ટરા સીસ્ટમમાં ફેરફારની માંગ સાથે પીઆઈએલ દાખલ કરી હતી. અરજીમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે રોસ્ટર હેઠળની બેન્ચને કેસ મોકલવા માટે એક સ્પષ્ટ સિદ્ધાંત અને પ્રક્રિયા નકકી કરવામાં આવે. શાંતિભૂષણે પોતાના વકીલ પુત્ર પ્રશાંત ભૂષણ દ્વારા આ અરજી દાખલ કરી હતી.