ગઈકાલે શહેરમાં એક જ દિવસમાં 285 દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છતાં હજુ પણ શહેરમાં 2429 અને ગ્રામ્યમાં 614 એક્ટિવ કેસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. આજે બપોર સુધીમાં કોરોના નવા 125 કેસ નોંધાયા છે. આ સાથે ઞઙમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. ગોંડલ શહેર પંથક ઉપરાંત તાલુકાના 84 ગામો માટે જીવાદોરી સમાન સરકારી હોસ્પિટલમાં પહેલેથી જ સ્ટાફની ઘટ છે, ત્યારે પાંચ જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલની હાલત દુષ્કાળમાં અધિક માસ જેવી થવા પામી છે.
ગઈકાલે રાજકોટમાં કોરોનાના નવા 378 કેસ અને ગ્રામ્યમાં 89 સહિત 467 કેસ આવ્યા હતા. શનિવારે આ આંક 587 પર હતો તેથી 120 જેટલા કેસનો ઘટાડો આવ્યો છે. બીજી તરફ શહેરમાં 195 અને ગ્રામ્યમાં 90 સહિત કુલ 285 દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે.ગઈકાલે એક જ દિવસમાં 285 દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા હજુ પણ શહેરમાં 2429 અને ગ્રામ્યમાં 614 એક્ટિવ કેસ છે.
- Advertisement -
ગોંડલ શહેર તાલુકાની જીવાદોરી સમાન આ હોસ્પિટલમાં પહેલેથી જ સ્ટાફની ઘટ છે, ભરતીમેળામાં પણ બાર જેટલો હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ રોકાયેલો રહેતો હોય દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ અંગે ગોંડલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. વાણવીએ જણાવ્યું હતું કે, દર્દીઓને સારવાર આપવામાં કોઈ ઘટ થઇ રહી નથી પરંતુ જો હજુ વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાય તો વધુ સ્ટાફ મેળવવા માટે ઉચ્ચ કક્ષાએ માંગ કરવાની જરૂર પડશે.