દર્શકોને અનુમાન કરવા મજબૂર કરે અને એ ધારણાંને ખોટી પણ પાડી દે, એ ફોરેન્સિકનો પ્લસ પોઈન્ટ છે
- Advertisement -
સિરિયલ કિલરનો કોન્સેપ્ટ આમ જૂઓ તો હવે ચવાઈને ચુંથાઈ ગયેલો વિષય છે. એકને એક તરીકાથી, એક જ પ્રકારનું એલિમેન્ટ ધરાવતાં લોકોની હત્યા પાછળનું પગેરું શોધવાની મથામણ અને માનસિક વિકૃતિ અથવા બિમારી ધરાવતાં હત્યારાની બેકગ્રાઉન્ડ ધરાવતી સ્ટોરી…. સિરિયલ કિલિંગની કથામાં એક તબક્કા પછી રોમાંચનું સ્થાન કંટાળો લઈ લે એવું મોટાભાગની ફિલ્મો અને વેબસિરિઝમાં બનતું આવ્યું છે પરંતું ઝી ફાઈવ પર મૂક્વામાં આવેલી વિક્રાંત મેસી, રાધિકા આપ્ટે, પ્રાચી દેસાઈ, અનંત મહાદેવન, વીદુ દારાસીંગ, રોહિત રોય જેવી તગડી સ્ટારકાસ્ટ ધરાવતી ફોરેન્સિક સિરિયલ કિલરની નહીં, પણ સિરિયિલ કિલરની વાત કરતી એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. એ તમને આખી ફિલ્મ દરમિયાન સચોટ અનુમાનના ઠેબાં ખવડાવે છે અને છેલ્લે…
દહેરાદૂન, મસુરી અને ઋષિકેશના લોકાલ પર ચકરાવા લેતી ફોરેન્સિક તેના શરૂઆતી શ્યોથી જ ધારણાં બંધાવી દે છે કે, આ એક બાર-તેર વરસના બાળકને સિરિયલ કિલર દર્શાવતી ફિલ્મ હશે અને એ દિગ્દર્શક વિશાલ કૂરિયા અને રાઈટીંગ ટીમના લેખકો અધિર ભટ્ટ, અજીત જગતાપ અને વિશાલ કપૂર સામે
ચાલીને તમારા દિમાગમાં ઠસાવી દે છે અને ઘટનાઓ પણ એ જ રીતે બનતી રહે છે. મસુરીમાં રહેતી ટીનએજ બાળકીઓને એકાએક હત્યા થવા માંડે છે. અનોખી વાત એ છે કે જે બાળકીનો જન્મદિવસ હોય, એ જ બાળકીની, એ જ દિવસે હત્યા થઈ રહી છે. મસુરીના પોલીસ વડા આ કેસની તપાસ સબ ઈન્સ્પેકટર મેધા શર્મા (રાધિકા આપ્ટે) ને સોંપે છે અને તેને મદદ મળી રહે એ વાસ્તે ફોરેન્સિક એક્સપર્ટ જોની ખન્ના (વિક્રાંત મેસી) ને પણ ઈન્વેસ્ટીગેશનમાં સામેલ કરે છે. મેધા અને જોની અલગ પડી ગયેલાં પ્રેમી છે કારણકે જોની ખન્નાના મોટાભાઈ રોહિત રોય અને મેધાની મોટી બહેનના જીવનમાં ચારપાંચ વરસ પહેલાં એક ભૂચાલ આવી ગયો છે. મેધાની મોટી બહેનની નાની દીકરીનું આકસ્મિક મૃત્યુ થતાં મોટી બહેન પણ આઘાતમાં આપઘાત કરી લે છે. બનેવીની આ બેકાળજીને કારણે સબ ઈન્સ્પેકટર મેધા શર્મા પોતાની મોટી ભાણેજ આલિયાને પોતાની સાથે રહેવા લઈ આવી છે અને…
- Advertisement -
તેના પિતાને આલિયા મળે, એ મેધા શર્માને હરગિઝ મંજૂર નથી. સંબંધોના આવા ચકરાવા વચ્ચે જ નાની બાળકીઓની તેના જ જન્મદિવસે હત્યા થવા માંડે છે. ફોરેન્સિક એક્સપર્ટ જોની ખન્ના આધુનિક સાધનો તેમજ પોતાની તીવ્ર વિચક્ષ્ાણ બુધ્ધિથી પ્રથમ હત્યાના બનાવનું ઈન્વેસ્ટીગેશન કરતાં એ તારણ પર આવે છે કે હત્યારો ચારેક ફૂટની હાઈટ અને ચાલીસ કિલો આસપાસનું વજન ધરાવનારો છે. સી.સી. ટીવી ફૂટેજ પરથી ખ્યાલ આવે છે કે એક ઠિંગણો (વામન કદ) માણસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. તેથી તેની શોધખોળ ચાલે છે અને ફોરેન્સિક ની આ એક ઈન્ટરેસ્ટિંગ સિક્વન્સ છે કારણકે તેમાં એક્સાથે અનેક વામન કદ (ઠીંગણા) ના લોકો દેખાડવામાં આવ્યા છે….
એક લેખકની સૌથી મોટી સફળતા એ છે કે, એ બધું એવી રીતે દર્શાવે છે કે દર્શકના મનમાં વાત સજ્જડ રીતે ચોંટી જાય અને એ પછી સચોટ રીતે જ એ ધારણાનું ખંડન થાય. ફોરેન્સિક માં આવી ત્રણથી ચાર વખત બને છે. દર્શક દર વખતે હત્યારાની પોતાની એક ધારણાંને સાચી પડતી હોવાનું માને, ત્યાં જ એ પડી ભાંગે અને શંકાનું ટ્રિગર અન્ય વ્યક્તિ તરફ શિફટ થઈ જાય. આ લેખક ટીમની સફળતા છે. બેશક, ફોરેન્સિકમાં એવી વાતો પણ છે, જે તરત ગળે ન ઉતરે. સાયક્યિાટ્રિસ્ટ (અનંત મહાદેવન, પ્રાચી દેસાઈ) ની ટ્રિટમેન્ટ કે સેક્સ ચેન્જની વાત કદાચ, પહેલી વખત સિનેમામાં આવી છે અને એ ય પાછો મુખ્ય મુો નથી ફિલ્મનો.
એમ છતાં એટલું તો કહેવાનું કે, ફોરેન્સિક સિરિયલ કિલીંગની એક સસ્પેન્સ ફિલ્મ છે અને આ રહસ્યનું તત્વ જ ફોરેન્સિક નો પ્લસ પોઈન્ટ છે. આ ફિલ્મ એ વાત પણ પૂરવાર કરે છે કે ફોરેન્સિક સાયન્સ ગમે તેટલું સચોટ અંગૂલિનિર્દેશ કરે પણ માનવ દિમાગનું શાતિરપણું તેનાથી વધુ ચડિયાતું હતું, છે અને રહેશે
ટવેલ્થ મેન : જીતુ જોસેફનો જલવો
મોહનલાલ, કમલા હસન અને અજય દેવગણ તેમજ વ્યંકટેશ… આ બહેતરીન અભિનેતાઓ એક જ ડિરેકટર-લેખકે બનાવેલી ફિલ્મમાં કામ કરે એ અપને આપમાં રેકોર્ડ છે. મલયાલી ફિલ્મ ડિરેકટર જીતુ જોસેફે દાદુ એકટર મોહનલાલ સાથે બનાવેલી શ્યમ (એક અને બે) ફિલ્મ પછી તો તામિલ (કમલા હસન – પાપનાશમ), હિન્દી (અજય દેવગણ-શ્યમ) અને તેલુગુ (વ્યંકટેશ-શ્યમ) માં પણ બની અને સાબિત થઈ ગયું કે આ લેખક-ડિરેકટર પાસે જબરદસ્ત ક્ષ્ામતાનો ખજાનો પડયો છે અને ર0રર માં ટવેલ્થ મેન ફિલ્મથી ફરી પૂરવાર થાય છે કે તમારી પાસે કહેવા માટેની નવી ષ્ટિ અને શૈલી હોય તો તમે ટાર્ગેટ અચિવ કરો જ.
જીતુ જોસેફે ટવેલ્થ મેન માં અગેઈન મોહનલાલ સાથે સ્ક્રીન પર ત્રાટક ર્ક્યું છે અને સંમોહનની જાદૂઈ લાકડી ફરી પ્રભાવ પાથરી ગઈ છે… ટવેલ્થ મેન (બારમો માણસ) આમ જૂઓ તો એકદમ નાના બજેટ અને એક મોટા કોન્ફરન્સ રૂમમાં જ પૂરી થતી ફિલ્મ છે અને એ તમને એક રૂકા હુઆ ફેંસલા ફિલ્મની યાદ અપાવતી રહે છે. બેશક એક રૂકા હુઆ ફેંસલા માં એકઠાં થયેલા લોકોએ એ નક્કી કરવાનું છે કે ગુનેગારને સજા કરવી તો શું કરવી ? જયારે ટવેલ્થમેન માં રિસોર્ટમાં એક પાર્ટી પછી એકઠાં થયેલાં લોકોમાંથી કોઈએ ખૂન ર્ક્યું છે કે કેમ ? શા કારણે ? કે પછી એ આત્મહત્યા જ છે, એ બારમા માણસે (ટવેલ્થ મેન) શોધી કાઢવાનું છે…
માણસ માત્ર ભેદભરમનું પોટલું હોય છે એટલે એક મિત્રના લગ્ન પૂર્વેની પાર્ટીમાં એકઠાં થયેલાં પાંચ કપલ અને બેચલર મહિલા દોસ્ત રિસોર્ટ પર એકઠાં થાય છે પણ ડિનર વખતે જ એ લોકો એક એવી રમત રમે છે, જે બધાના મિજાજ અને આપસી સંબંધને ખોરવી નાખે છે. ડિસ્ટર્બ થયેલાં બધા મિત્રો રિસોર્ટમાં અલગ અલગ થઈ જાય છે અને ત્યારે જ…
ખબર પડે છે કે, એક મિત્રની પત્ની ઉંચાઈ પરથી પટકાઈને મૃત્યુ પામી છે. જીતુ જોસેફની ટવેલ્થ મેન બૌધ્ધિક લેવલની સસ્પેન્સ ફિલ્મ છે. ઈન્વેસ્ટીગેશન બેઈઝ હોવાથી ટોકેટિવ છે પણ જીતુ જોસેફ અને મોહનલાલના અભિનયે તેને રોમાંચક બનાવી છે. કલ્પનાતીત શ્યોની બદલે ટવેલ્થ મેન માં દર્શાવવામાં આવેલી વીએફએસની ટ્રિટમેન્ટ પણ લાજવાબ છે, એ તમને ખૂબીથી કોફન્ફરન્સ રૂમની બહાર લઈ જઈને ફરી તમને તમારી ખુરશી પર બેસાડી દે છે.
ડિઝની-હોટસ્ટાર પર આ મલયાલમ ફિલ્મ હિન્દીમાં પણ જોવા મળશે. જોઈ કાઢો.