રતનપરમાં આફ્રિકન વિદ્યાર્થી અને સ્થાનિક લોકો વચ્ચે મારામારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં સાંજે ગામજનો અને વિદેશી છાત્ર વચ્ચે બબાલ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. વિડિયો ફોટા લીઘાની શંકા કરી વિદેશીછાત્રએ એક ગ્રામજન સાથે માથાકૂટ કરી લેતા પોલીસ સમક્ષ – રજૂઆત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ સાંજે રતનપરના એક રહેવાસી પોતાના મોબાઈલમાં વાત કરતા કરતા જઈ રહ્યા હતા ત્યારે વિદેશી છાત્રો પણ ત્યાં હતા. તેમને ગ્રામજને મોબાઈલથી ફોટો-વિડીયો ઉતારતો હોવાની શંકા જતા તેમની સાથે માથાકૂટ ઝપાઝપી કરી હતી. તેમનો મોબાઈલ ઝૂટવી ગેલેરી ચેક કરી હતી.
રતનપરમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી છાત્રો અને ગ્રામજનો વચ્ચે મારકુટ થતા મામલો બિચકયો હતો.ઘટનાની 100 નંબરમાં જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ મામલો થાળે પાડયો હતો. જો કે ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કુવાડવા રોડ પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા આજે સ્થાનિક ગ્રામજનો સીપી કચેરીએ ધસી આવ્યા હતા અને અનૈતિક પ્રવૃતિઓ કરતા આ વિદેશી છાત્રો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.
અગાઉ વિદેશી છાત્રો ગૌરીદળ ગામે રહેતા ત્યારે ગ્રામજનો અને છાત્રો વચ્ચે અવાર નવાર ટકરાર થતી હોવાથી ગ્રામજનોએ વિદેશી છાત્રોને ગામમાંથી હકાલપટ્ટી કરતા તમામ છાત્રો રતનપર ગામે સ્થાય થયા હતા. ત્યાં પણ અવાર નવાર ગ્રામજનો સાથે છાત્રોને ટકરાર થયાના ભૂતકાળમાં બનાવ બન્યા છે. ત્યારે ગઈકાલે એક રાહદારી ફોનમાં વાત કરતો કરતો વિદેશી છાત્રની પાસેથી પસાર થતા છાત્રને એમ કે તેનો રાહદારી તેનો વિડીયો ઉતારતો હોવાની શંકાએ તેનો ફોન જુટવી મારકુટ કરી ફોન તપાસયો હોય જે બાબતે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ઘટનાની 100 નંબરમાં જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ મામલો થાળે પાડયો હતો.
- Advertisement -
આ અંગે ગ્રામજનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અહીં રહેતા તમામ વિદેશી છાત્રો અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે દેહવ્યાપાર, કેફી પદાર્થો, અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે જેના લીધે લોકલ વિદ્યાર્થીઓના માનસતા પર ખરાબ અસર કરે છે. જેના પગલે આજે સ્થાનિક ગ્રામજનો સીપી કચેરીએ ધસી આવ્યા હતા અને અનૈતિક પ્રવૃતિઓ કરતા આ વિદેશી છાત્રો સામે પગલાં લેવા રજુઆત કરી હતી.
અનૈતિક પ્રવૃત્તિ કરતા છાત્રો સામે પગલાં લેવા રોહિતસિંહ રાજપૂતની CPને રજૂઆત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તાની માગ
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટ શહેરની ખાનગી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી (આફ્રિકન) વિદ્યાર્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દેહવ્યાપાર, નશાખોરી અને સામાજિક દૂષણ ફેલાવવામાં આવતું હોવાની ગંભીર રજૂઆત રાજકોટ શહેર પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
સ્થાનિક રહીશોની ફરિયાદો મુજબ, કેટલીક આફ્રિકન વિદ્યાર્થિનીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોવા છતાં, ખાનગી ફ્લેટો, હોટલો અને ભાડાના મકાનોમાં દેહવ્યાપારમાં સંડોવાયેલી છે. આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે વોટ્સએપ ગ્રુપ, પ્રોસ્ટિટ્યુશન વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનો મારફતે ખુલ્લેઆમ ચલાવવામાં આવે છે. આનાથી સ્થાનિક યુવતીઓના માનસિક વિકાસ, શિક્ષણ અને નૈતિક સંસ્કાર પર ખોટી અસર પડી રહી છે, અને ગંભીર આરોગ્ય સંકટ (જેમ કે અઈંઉજ – ઇંઈંટ) ફેલાવવાનો ભય પણ વ્યક્ત કરાયો છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ માત્ર પોતાના રેન્ક અને આંતરરાષ્ટ્રીય છબી માટે વિદેશી વિદ્યાર્થીઓને લાવે છે, પરંતુ તેમની પ્રવૃત્તિઓ પ્રત્યે બેજવાબદાર રહે છે. આવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓએ ફરજિયાત કેમ્પસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ અને બહાર રહેવા પર નિયંત્રણ મૂકવો જોઈએ.
આ વિદેશી વિદ્યાર્થીનીઓ મોટાભાગે ગૌરીદળ, રતનપર, બેડી, માધાપર ચોકડી અને અટલ સરોવર વિસ્તારમાં ભાડે રહે છે. તેમના રહેઠાણ પર વારંવાર અજાણ્યા અને શંકાસ્પદ લોકોના આગમનથી પડોશીઓ અસ્વસ્થતા અનુભવે છે.
પડોશીઓએ ઊંચા અવાજમાં પાર્ટીઓ અને ગંદા વર્તન અંગે અનેકવાર ફરિયાદો પણ કરી છે. જ્યારે પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે આ વિદેશી વિદ્યાર્થીઓ ટોળાંમાં એકઠા થઈને સ્થાનિકોને ડરાવવા અને મારકૂટ કરવા પર ઉતરી આવે છે. કેટલાક મકાનમાલિકો સ્થાનિક ગ્રામ પંચાયતોના ઠરાવોનું ઉલ્લંઘન કરીને રજિસ્ટર્ડ ભાડાકરાર વિના વિદેશી વિદ્યાર્થીઓને મકાન ભાડે આપે છે. આવા મકાનમાલિકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરાઈ છે.



