વિદેશી દારૂની 49 બોટલ કિંમત 56,300 રૂપિયાની જપ્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સાયલા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે વણકી ગામ નજીકથી એક ઈકો કારમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવા અંગેની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હોય જે દરમિયાન વણકી ગામ નજીક બેઠા નાળા પાસે રોડ પરથી એક ઈકો કાર જીજે 13 સી બી 0887 નુંવર વળી શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી કારમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 49 નંગ બોટલ કિંમત 56,300 રૂપિયાની જપ્ત કરી કારમાં સવાર ભોજાભાઈ સોમાભાઈ બોહકીયા તથા પરેશ ઉર્ફે ભગાભાઈ હકાભાઈ બોહકીયા રહે: સાયલા વાળાને ઝડપી તેઓની પાસેથી ઈકો કાર કિંમત પાચ લાખ રૂપિયા તથા બે મોબાઇલ દશ હજાર રૂપિયા એમ કુલ 5,66,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂ આપનાર બાબભાઈ અનકભાઇ તકમરિયા તથા વિદેશી દારૂ મંગાવનાર મહિપતસિંહ લઘુભાઈ સોલંકી સહિત ચારેય વિરુધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.