એક પણ સભ્ય ડિરેકટરીનુ ફોર્મ ભરવામાં બાકી રહી ન જાય તે માટે રાજકોટ બાર એસો.નો સભ્યોને અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02
- Advertisement -
રાજકોટ બાર એશોસીએશન વર્ષ-2024 ની ચુંટાયેલ બોડી દવારા સર્જનાત્મક કામ હાથ ધરી સને 2016 ના અરસાથી રાજકોટ બાર એશોસીએશનના સભ્યોની ડીરેકટરી બનેલ ન હોય ધણાબધા એડવોકેટનું નિધન થયું હોય અને ધણા બધા નવા એડવોકેટનો ઉમેરો થયો હોય તેથી સને 2024ના અરસામા અત્યાર સુધીની ડીરેક્ટરીથી અલગ પ્રકારની એટલે કે બારના સભ્યોની ફોટા સાથેની ફીઝીકલ ઉપરાંત ઈ-ડીરેકટરી બનાવવાનું નક્કી કરાયું છે. વર્તમાન બારની બોડી દ્વારા કોઈપણ રીતે જહેમત ઉઠાવી ભંડોળ એકત્રીત કરી બારના દરેક સભ્યોના હીતાર્થે અને સગવડતા માટે વર્તમાન સમયને અનુરૂપ બાર એશોસીએશન ડીરેક્ટરી બનાવવા જઈ રહયુ છે. જેમા ગયા વર્ષનો 586 વકીલઓના ફોર્મ ભરેલા રાજકોટ બાર એશોસીએશન પાસે છે.
જેની એ.બી.સી.ડી. પ્રમાણેના નામની પી.ડી.એફ રાજકોટ બાર એશોસીએશન દવારા વકીલઓના વોટસએપ ગ્રુપમાં ફેરવવામાં આવી છે તથા કોર્ટમા લાયબ્રેરીમા આ લીસ્ટ રાખી છે. તે વકીલઓએ ડીરેકટરીના ફોર્મ ભરવાના નથી માત્ર ફોર્મમા કોઈ ફેરફાર કરવો હોય તો લાયબ્રેરીમાં આવી કરાવી જવાનો રહેશે અને જે વકીલ સભ્યોએ ડીરેકટરીનુ ફોર્મ ભરેલ નથી તેવા વકીલ સભ્યોને સત્વરે રાજકોટ બાર એશોસીએશન માથી ફોર્મ મેળવી ફોર્મ ભરી જવા માટે રાજકોટ બાર એશોસીએશન દવારા વકીલોના જુદા જુદા વોટસએપ ગૃપોમા ઉપરાંત વર્તમાન પત્રના માધ્યમથી યાદી જાહેર કરવામાં આવી રહી છે. રાજકોટ બાર એશોસીએશનના સભ્યો ડીરેકટરીમા નામ નોંધવા માંગતા હોય તે રાજકોટ બાર એશોસીએશન દવારા વકીલઓના વોટસએપ ગ્રુપમા પી.ડી.એફ વાળુ ફોર્મ ગ્રુપમાં ફેરવવામા આવી છે તે ફોર્મ ભરી ફોટો ચોટાડી વકીલના બી.સી.જી.નુ આઈકાર્ડની નકલ સાથે રાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેરીમા વેકેશન પહેલા વહેલી તકે પહોંચતું કરવું.
જેથી ડીરેક્ટરી બનાવવાની કાર્યવાહી ઝડપથી આગળ વધારી શકાય. આ ડીરેક્ટરી બનાવવા માટે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ વી. રાજાણી, ઉપ પ્રમુખ સુરેશભાઈ આર. ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા તથા મહીલા કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા અને કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, કૌશલભાઈ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમીતભાઈ વેકરીયા, નિકુંજ શુકલ, પીયુષભાઈ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી જહેમત ઉઠાવી રહેલ છે તથા આ ડીકેટરી અંગેની માહીતી માટે નીચે જણાવેલ હોદેદારોની રાજકોટ બાર એશોસીએશન દવારા નિમણૂક કરવામાં આવી છે. ડરેક્ટરી અન્વયે કોઈપણ માહીતી માટે હોદેદારો (1) જયેન્દ્રભાઈ ગોંડલીયા મો. 9374179241(2) અજયભાઈ પીપળીયા મો.9426932001 (3) નીકુંજભાઈ શુકલ મો.9974609999 (4) રેખાબેન લીંબાસીયા મો. 9898020104 (5) પીયુષભાઈ સખીયા મો. 9723891091 (6) અમીતભાઈ વેકરીયા મો. 9879500770 (7) કૌશલભાઈ વ્યાસ મો. 9898578584 નો સંપર્ક કરવાનો રહેશે.