ગૌશાળાના લાભાર્થે અને ઝુંપડપટ્ટીના બાળકો ગરબે ઝૂમશે
બાઉન્સર સિક્યોરિટી સાથે એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફની સુવિધા અને પારિવારિક આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે સતત 9મી વખત એસ.પી. ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝ જોરદાર ડી.જે. અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે થનગનાટ મચાવે તેવું વેલકમ નવરાત્રિ લઈને ધૂમ મચાવવા આવી ગયું છે. જેમાં તમને ગરબે રમવા માટે એક અનોખો જ આનંદ મળશે. પારિવારિક વાતાવરણમાં તમે ગરબે ઝૂમી શકશો તેવું જાજરમાન આયોજન કરાયું છે.
- Advertisement -
આ આયોજનમાં બાઉન્સર સિક્યોરિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ખેલૈયાઓ માટે મેડિકલ સ્ટાફ વિથ એમ્બ્યુલન્સ પણ ખડેપગે રહેશે. આ વેલકમ નવરાત્રિમાં પધારવા રાજકોટવાસીઓને 2જી ઓકટોબર અને બુધવારે આમંત્રણ પાઠવાયું છે. એસ.પી. ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યૂઝની ટીમની એક ખાસ વિશેષતા એ છે કે રાસોત્સવમાં આવેલી તમામેતમામ રકમનો ઉપયોગ ગૌશાળાના લાભાર્થે સેવાના કાર્યમાં વાપરવામાં આવશે. જે એક મહત્ત્વની બાબત અને સનાતન ધર્મની કહી શકાય. આ કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટીના બાળકો ટ્રેડિશનલમાં ગરબે ઝૂમશે અને લક્કી ફાઉન્ડેશનના સહયોગથી તમામને શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જાજરમાન વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓને મોજ કરાવવા આઈપીએલમાં પ્લે કરનાર ડીજે અક્કી, સિંગર હેમંત જોશી, હિના હિરાણી અને એન્કર દર્પના પંડિત ધૂમ મચાવશે. લાખેણા ઈનામોની વણઝાર સાથે ભવ્યથી ભવ્ય આયોજન એસ.પી. ક્લબ અને રાજકોટ અપડેટ્સ ન્યૂઝ દ્વારા 2 ઓકટોબર બુધવારે સાંજે 7 કલાકે અબતક સુરભી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે.
આ વેલકમ નવરાત્રિની શોભા વધારવા રાજકોટના ગરબાના મોટાભાગના પ્રિન્સ અને પ્રિન્સેસો ભાગ લેશે. આ સંપૂર્ણ કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટ તરીકે રાજકોટ અપડેટ્સ ન્યૂઝ, સીટી ન્યૂઝ, અબતક ચેનલ, ગુજરાત ન્યૂઝ તેમજ અવર રાજકોટમાં લાઈવ પ્રસારણ જોઈ શકાશે. આ કાર્યક્રમના આયોજનના ચીફ ઓર્ગેનાઈઝર પ્રકાશભાઈ રાવરાણી, સંદીપભાઈ લખતરીયા, રણજીતસિંહ રાઠોડ તેમજ ઓર્ગેનાઈઝર જયેશભાઈ રાવરાણી, કેતનભાઈ લખતરીયા, પંકજભાઈ સખીયા, વિપુલ રાઠોડ, વિક્રમ ટાંક, હેમેન્દ્રસિંહ જાડેજા, સુરુભા જાડેજા, જય બોરીચા, કેવલ રાઠોડ સહિતનાઓ જોડાયેલા છે.
- Advertisement -
આ તકે હીરેનભાઈ ભટ્ટ, વિજયભાઈ રૂપાણી, પીન્ટુભાઈ ખાટડી, ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડિયા, પ્રભવ જોશી, બ્રિજેશ ઝા સહિતનાઓ ઉપસ્થિત રહેશે.