અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
એક સફળતાપૂર્વક ચાલી રહેલી અને ત્રણ ગઇકાલે રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મોથી થીએટરોમાં ધમધમાટ
- Advertisement -
હાલ ગુજરાતમાં ફિલ્મો નું માર્કેટ ગરમ છે.
બોલીવુડને શરમાવે તેવો ઝંઝાવાતી પ્રચાર કરીને સિનેમાઘરોમાં ધુમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ ’અજબ રાતની, ગજબ વાત’ હવે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, યુ.કે. અને બેલ્જીયમમાં પણ ધુમ મચાવી રહી છે અને હવે નિર્માતા ડો.જયેશ પાવરા એ આ ફિલ્મ ને દુબઇ માં ધમાકેદાર રીલીઝ કરવાનું પણ જબરજસ્ત આયોજન પણ કરી લીધું છે. તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના ટપુડો ફેમ ભવ્ય ગાંધી, જાણીતી અને સફળ અભિનેત્રી આરોહી, આર.જે.હર્ષ અને આર.જે. રાધીકા તથા કોમેડી સર્કસ ફેમ દિપ વૈદ્ય આ ફિલ્મ માં ધમ્માલ બોલાવે છે. નિકીતા શાહ, અદિતી વર્મા, પ્રેમ ગઢવી લીખીત અને પ્રેમ ગઢવી, કિલ્લોલ પરમાર દિગ્દર્શિત આ ફિલ્મ જોઇ ને સિનેમાની બહાર નિકળતો લગભગ દરેક પ્રેક્ષક ફિલ્મને ભરપેટ વખાણે છે. પરદેશમાં અનેક ગુજરાતી ફિલ્મો ના શો કદાચ થયા હશે પરંતુ પ્રોપર રીતે પરદેશમાં રીલીઝ થતી કદાચ આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. પોતાની સંસ્થા માટે નાટકો અને સંગીતના શો કરતી મુંબઈ અને ગુજરાતની અનેક સામાજિક સંસ્થાઓ એ પોતાના સભ્યોને આ ફિલ્મ બતાવવાનું નક્કી કરી લીધું છે. પોતાની સુઝબુઝ અને દિર્ઘ દ્રષ્ટિથી આ ફિલ્મ નું માર્કેટિંગ સંભાળનાર આ ફિલ્મ ના નિર્માતા ડો.જયેશ પાવરા રાત દિવસ એક કરીને આ ફિલ્મ ને આગળ વધારી રહ્યા છે. સમગ્ર ટીમને ખોબલે ખોબલે અભિનંદન..
બીજી ફિલ્મ સૌરાષ્ટ્રના ગિરપ્રદેશના એક મજાના વિષય પર સુંદર માવજત સાથે તૈયાર થઇ ને રીલિઝ થઇ ‘સાસણ’
ગિરની ધરતી પર નેસડામાં જીવન ગુઝારતા માલધારી ભાઇઓ ના પશુઓ અને પ્રાણીઓ સાથેના અદભુત લગાવને આ ફિલ્મ માં જીવંત કરવામાં આવ્યો છે.રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ’રેવા’ ફેમ ચેતન ધનાણી, વર્ષ 2020 માં ગુજરાતી ફિલ્મ ચબુતરો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનાર અભિનેત્રી અંજલી બારોટ, વિતેલા જમાનાના અનેક ગુજરાતી ચલચિત્રોના અભિનેત્રી રહી ચુકેલા અને તાજેતરમાં કલર્સ ગુજરાતી ચેનલ પર સફળ થયેલ ટીવી શ્રેણી ’મોટી બા’ માં મુખ્ય ભુમીકા નિભાવનાર જાજરમાન અભિનેત્રી રાગીણી ( રાગીણી શાહ ) હેલ્લારો અને મોન્ટુની બીટ્ટુ જેવી સુંદર ફિલ્મો ના જાણીતા અભિનેતા મૌલિક નાયક, રંગભુમી, ટેલીવિઝન અને ફિલ્મોના જાણીતા અભિનેતા મેહુલ બુચ ઉપરાંત જાણીતા અભિનેતા ચીરાગ જાની, રતન રંગવાણી જેવા અનેક દિગ્ગજ કલાકારો દ્વારા અભિનીત આ ફિલ્મ નું દિગ્દર્શન સંભાળ્યું છે અશોક ઘોષ એ. ગુજરાતી ગીતોના લોકપ્રિય સંગીતકાર મેહુલ સુરતી દ્વારા તૈયાર કરવામાં આવેલ ગીતોએ સોશિયલ મીડીયા પર ખુબ વ્યુ મેળવ્યા છે. ગઇકાલે જ રીલિઝ થયેલી આ ફિલ્મ ના નિર્માતા છે હીતેશ પટેલ અને સહ નિર્માતા છે મુકેશ વસાણી. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઇ ના પ્રકૃતિપ્રેમીઓને આ ફિલ્મ જરૂર મજા કરાવશે.
- Advertisement -
આ બન્ને સાથે ત્રીજી પણ એક ફિલ્મ રીલિઝ થઇ છે જેનું નામ છે ‘લઠ્ઠા સદન’
હાર્દિક સાંગાણી, મૌલિક નાયક, કુલદીપ ગોર, જય ભટ્ટ, ઉજ્જવલ દવે અને સલોની રાવલ, અભિનીત એટલું જ નહીં આ ફિલ્મ ના લેખક – દિગ્દર્શક છે હેમીન ત્રીવેદી. હવે કહેવાની જરૂર લાગે છે કે આ ફિલ્મ માં કેટલી ધમ્માલ હશે. ??? જો યોગ્ય પ્રચાર – પ્રસાર થાય તો આ ફિલ્મ પણ બીજી બે ફિલ્મોની સ્પર્ધામાં આવી શકે તેમ છે. રાહુલ મુંજારીયાના સંગીત નિર્દેશન સાથે તૈયાર થયેલી આ ફિલ્મ ના નિર્માતાઓ છે વિરેન સુતરીયા અને પાર્થ અંઘાણ.
ખાસ જાહેરાત: આ બધી મોટાગજાની ફિલ્મો સાથે 29 નવેમ્બરે એક ગુજરાતી ફિલ્મ રીલિઝ થવાની છે, નામ છે..’ગુંચ, જે વગર ગાંઠે ઉકલી ગઇ’ આ ફિલ્મ નું એક પોસ્ટર મારા જોવામાં આવ્યું, હજી સુધી ફિલ્મ ની કોઇ માહીતી મને મળી નથી, શોધું છું..મળશે તો ચોક્કસ જણાવવામાં આવશે..
એક સુંદર પ્રણયકથા ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનિયલ દર્શકોને મજા કરાવે તેવી છે
ગઇકાલે બીજી ત્રણ ગુજરાતી ફિલ્મ રીલીઝ થઇ. એક સુંદર પ્રણયકથા સાથે તૈયાર થયેલી ફિલ્મ ’ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનિયલ’ દર્શંકોને મજા કરાવે તેવી છે. ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા હીતેનકુમાર, ધ કેરાલા સ્ટોરી ફેમ જાણીતી અભિનેત્રી સિધ્ધી ઇદનાની , છેલ્લો દિવસ ફેમ મીત્ર ગઢવી , દેવર્શી શાહ, અને ઓમ મંગલમ સિંગલમ ફેમ તત્સત મુન્શી , જ્હાનવી ગુરનાની, સુચીતા ત્રીવેદી અભિનીત આ ફિલ્મ નું દિગ્દર્શન વેનિલા આઇસક્રીમ ફેમ પ્રીત એ કર્યું છે. ક્લાસી લુક ધરાવતી આ ફિલ્મ ના નિર્માતાઓ છે. દિવ્યેશ દોશી અને જગત ગાંધી તથા સહ નિર્માતાઓ છે કૃણાલ સાંગાણી અને મનોજ આહીર..
ગોધરાકાંડ જેવા સંવેદનશીલ વિષય પર તૈયાર થયેલી ફિલ્મ ‘ધ સાબરમતી રીપોર્ટ’ને ગુજરાતમાં કરમુક્તિ
27 ફેબ્રુઆરી, 2001 માં અયોધ્યાથી અમદાવાદ આવી રહેલ સાબરમતી એક્સપ્રેસ ના કોચ નંબર એસ.6 ને ગોધરા ખાતે અજાણ્યા ટોળા દ્વારા આગ ચાંપી અયોધ્યાથી આવી રહેલા 68 કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવેલા. આ પછી આ ઘટના ને લઇને સીટ થી લઇને ન્યાયતંત્રએ પોતપોતાના અભિપ્રાયો રજુ કરેલા. એ જ રીતે આ વિષયને લઈ ને બાલાજી ટેલીફિલ્મ્સ ના શોભા કપુર અને એક્તાકપુર નિર્મીત ’ધ સાબરમતી રીપોર્ટ’ નામની સુંદર ફિલ્મ ગત 15 નવેમ્બરે રીલીઝ થઇ. ગત 20 નવેમ્બરે આ ફિલ્મ વરિષ્ઠ અભિનેતા જીતેન્દ્ર અને નિર્માત્રી એક્તા કપૂર ની ખાસ ઉપસ્થીતીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો એ અમદાવાદ ખાતે નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ફિલ્મ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાની જાહેરાત કરેલી..



