ચાલો નાના ધંધાર્થીઓ પાસેથી ખરીદીનો સંકલ્પ કરીએ…
દિવાળીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઠેરઠેર દિવાળીની તૈયારીઓ થતા જોવા મળે છે. રાજકોટની બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. દિવાળીમાં ઘરને રંગબેરંગી લાઇટ અને દિવડાઓથી ખાસ રીતે સજાવવામાં આવે છે. ઉપરાંત અનેક ઘર સુશોભનની ચીજ-વસ્તુઓથી મહિલાઓ ઘરને સાજ-શણગાર કરતી હોય છે.
- Advertisement -
દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં અવનવા દિવડા-કોડીયા, તૈયાર રંગોળીના સ્ટીકર, લાભ-શુભ-સ્વસ્તિકના સ્ટીકર, તોરણ-ટોડલિયા સહિતની અનેકવિધ અને નવા રૂપ-રંગવાળી વેરાયટીઓ આવી ગઇ છે. શહેરની પ્રખ્યાત અને જૂની બજારોમાં ઠેરઠેર નાના-નાના ધંધાર્થીઓ દિવાળી માટેના ઘર શણગારની ચીજ-વસ્તુઓ લઇને લોકોના ઘર શણગારવા માટે બેસી ગયા છે.
- Advertisement -
આપણી પણ એક ફરજ છે કે આપણે આપણા દેશી ઉત્પાદનો અને નાના ધંધાર્થીઓને પ્રોત્સાહન આપીએ. ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સરકારના વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત આપણે પણ દિવાળીએ નાના ધંધાર્થીઓ પાસેથી સુશોભનની ચીજો લેવાનો સંકલ્પ કરીએ. જેથી તેઓના ઘરોમાં પણ દિવાળીના દિવડા ઝળહળી ઉઠે અને તેઓનું ઘર પણ ખુશીઓથી દીપી ઉઠેે.