સ્માર્ટ ફોનથી લઈને બીજી દરેક વસ્તુઓ માટે આપણે પહેલાં કરતાં વધારે નાના ફોન્ટસ અને છબીઓને જોવા માટે આપણે આપણી આંખોનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો શું આપણે એવો ખોરાક ખાઈ રહ્યા છીએ જે આંખો માટે શ્રેષ્ઠ હોય? યોગ્ય ખોરાકને લીધે નાની ઉંમરમાં આવતા ચશ્માના નંબર કે પછી મોટી ઉંમરે આવતો મોતીયોની સમસ્યામાં ઘણો બધો ફાયદો થાય છે.
– પૂજા કગથરા
કન્સલટન્ટ ડાયેટિશિયન
(1) રેડ, ગ્રીન, યલો કેપ્સીકમ : સીમલા મરચું એ કેલરી દીઠ સૌથી વધારે વિટામીન-સી આપે છે તે આંખોની રૂધીરવાહીનીઓ માટે ખૂબ સારું છે અને તે મોતીયો થવાનું જોખમ પણ ખૂબ ઓછું કરે છે.
- Advertisement -
(2) સૂર્યમુખીના બીજ : સૂર્યમુખીના બીજમાં વિટામીન-ઈનો ભરપુર જથ્થો હોય છે. આ ઉપરાંત તે વયને લીધે થતાં મસ્ક્યુલર ડીગ્રેડેશનને પણ અટકાવે છે માટે દરેક વયના લોકોએ સારી આંખ માટે ફરજીયાત સૂર્યમુખી બીજ લેવા જોઈએ.
(3) લીલા પાંદડાવાળા શાકભાજી : કાલે, પાલક, કોલાર્ડ ગ્રીન્સ, કોથમરી, ફુદીનો, સરસવ, બ્રોકોલી. આ દરેક ભાજી વિટામીન સી અને ઈ બંનેમાં સમૃદ્ધ છે. આ ઉપરાંત તેમાં કેરોટિનોઈડસ, લ્યુટિન અને ઝેકસાન્થીન પણ છે. તે પ્લાન્ટ આધારીત વિટામીન્સ છે જે નાની ઉંમરમાં થતાં આંખના રોગો માટે ખૂબ ઉપયોગી છે.
(4) ઓરેન્જ કલરના ફળો અને શાકભાજી : નારંગી રંગના ફળો ઓરેંજ, નારંગી, પપૈયા, કેરી જેવા મળો. સક્કરીયા, ગાજર, કેન્ટાલુપ, બીટ તથા મીઠા બટેકા, જરદાળુ. આ દરેક ખોરાકમાં વિટામીન એ ઉપરાંત બીટા કેરોટીન વધુ પ્રમાણમાં હોય છે જે આંખો માટે ઔષધ સમાન છે. આ ઉપરાંત તે આંખોના અંધકારને સંયોજીત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે.
- Advertisement -
(5) કઠોળ / દાળ : રાત્રે અથવા અંધારામાં દ્રષ્ટિને શાર્પ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં રાજમા, ચણા, સૂકા વટાણા, મસુર એ સૌથી મહત્ત્વપૂર્ણ કઠોળ સાબિત થાય છે.
(6) Nuts / Dryfruits : પીસ્તા, અખરોટ, બ્રાઝીલ નટસ, કાજુ, બદામ પીનટસ એ ઓમેગા 3 ફેટી એસીડસથી ભરપૂર હોય છે. તે ખૂબ સારી માત્રામાં વિટામીન-ઈ ધરાવે છે. જે આંખોમાં થતાં એઈજ રીલેટેડ પ્રોબ્લેમને ઓછા કરે છે તથા બાળકો અને યુવાનો માટે પણ તે હેલ્ધી આંખ માટે ખૂબ જરૂરી છે.
(7) પાણી : ખૂબ વધારે માત્રામાં પાણી પીવાથી આંખોમાં થતી ડ્રાયનેસ દૂર થાય છે.
(8) ડેરી પ્રોડકટસ : પનીર, દૂધ, દહીં, માખણ જેવા ડેરી ઉત્પાદનો આંખો માટે ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામીન-એ ઉપરાંત ખનીજ જસત હોય છે. તે કોર્નીયાને સુરક્ષીત કરે છે. જ્યારે તેમાં રહેલું ઝીંક એ વિટામીનને લીવરમાંથી આંખોમાં લાવવામાં મદદ કરે છે. ઝીંક સમગ્ર આંખમાં જોવા મળે છે. આ મહત્ત્વપૂર્ણ ખનીજ નાઈટ વિઝન તેમજ મોતીયાના નિવારણમાં મદદ કરે છે.
લ્યુટીન, ઝેન્થીન, વિટામીન એ, સી, ઈ, બીટાકેરોટીન, ઓમેગા-3 ફેટી એસીડ જસત એ આંખો માટે ઉપયોગી પોષક તત્ત્વો છે. દીવસ દરમિયાન સપ્તરંગી ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તંદુરસ્ત આહાર ખાવાથી નાની વયે થતાં આંખોના પ્રોબ્લેમ ગુલ્કોમા, સુકી આંખો, નબળી રાતની દ્રષ્ટિ, મોતીયા વગેરે આંખોની તકલીફોમાં રાહત મળે છે.
આંખોની તંદુરસ્ત જોડી એ આશીર્વાદથી ઓછી નથી માટે આપણે આપણી આંખોનું જતન કરવું જોઈએ.
Let your food made your medicine.


