ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદર પોરબંદર હાઇવેના નવનાલા પુલ ઉપર ફૂટ ફૂટના ગાબડા પડી ગયા છે ઘણા સમયથી આ પુલ ઉપર મસ મોટા ગાબડા પડી ગયા છે. પરંતુ આરએન્ડબી વિભાગનું પેટનું પાણી હાલતું નથી. માત્ર મેટલ નાખીને તંત્ર સંતોષ માની લે છે. ત્યારે વ્યવસ્થિત રીતે આ પુલ ઉપરના ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે જયારે પુલ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેછે ત્યારે તંત્ર દ્વારા આ પુલને માત્ર ખાડા પુરીને સંતોષ માનવાના બદલે કાયમી ખાડાનો હલ તેવી માંગણી ઉઠી છે.