હાલમાં રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે દરેક ખોરાક હોય કે કોઈ વસ્તુ હોય દરેકનું નકલી અથવા ભેળસેળ વાળું બઝારમાં મળતું જ હોઈ છે.પરંતુ જયારે ભેળસેળ વાળા ખોરાકની વાત કરવામાં આવે ત્યારે તો માનવજાત સાથે છેતરપિંડી થઇ રહી છે.અને આ ભેળસેળની ખુબ હાનિકારક અસર માનવજાત ભોગવી રહી છે.
- Advertisement -
દૂધમાં થતી ભેળસેળ અને તેની હાનિકારક અસરો
દુધએ લોકોમાં ભોજનનો અવિભાજ્ય ભાગ છે.આપણે ત્યાં દૂધએ સંપૂર્ણ ખોરાક તરીકે પણ ઓળખાય છે કારણ કે દૂધએ દરેક પોષકતત્વો થી ભરપૂર છે.
રોજિંદા વપરાશને કારણે દૂધની માંગ હંમેશા વધારે રહે છે.માટે આ જરૂરિયાતને પહોંચી વળવા અને ખાસ કરીને વધારે પૈસા કમાવાની લાલચે ઘણીવખત ખોરાકમાં ભેળસેળ કરીને માનવજીવન સાથે ચેડા કરવામાં આવે છે.
- Advertisement -
દૂધમાં મેલામાઈન,સ્ટાર્ચ,યુરિયા,હોર્મોનના ઈન્જેકશન,ફોર્માલિન,હાઇડ્રોજન પેરોક્સાઈડ વગેરે જેવા હાનિકારક રસાયણો ઉમેરવામાં આવે છે.
1 મેલામાઈન – જે કિડની સબંધીત સમસ્યાઓ ઉભી કરે છે.
2 સ્ટાર્ચ- સ્ટાર્ચના કારણે ઝાડા થઇ શકે છે તથા સ્ટાર્ચએ ડાયાબિટીસના દર્દી માટે ખુબ નુકસાન કરે છે.
3 યુરિયા- યુરિયાએ કિડનીને નુકસાન કરે છે.
4 ઓકિસીટોસિન ઈન્જેકશન – ઓકિસીટોસિનએ એક હોર્મોન છે.આ હોર્મોનના ઈન્જેકશન ગાય તથા ભેંસને વધુ દૂધ ઉત્પન્ન કરવા માટે આપવામાં આવે છે.
પશુઓને લગાવવામાં આવતા આ હોર્મોનનો જથ્થો દૂધ પિતા વ્યક્તિમાં પણ થોડા-ઘણા અંશે જાય છે અને તેના લીધે આંખો,કિડની,હૃદય વગેરે સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
5 ફોર્માલિન- ફોર્માલિનનો ઉપયોગ દૂધની સેલ્ફ લાઈફ વધારવા માટે કરવામાં આવે છે.જેના લીધે ત્વચાની સમસ્યા અને કેન્સર થઇ શકે છે.
6 હાઇડ્રોજન પેરોક્સાઈડ- જે પાચક તંત્રને લગતી સમસ્યાઓ સર્જે છે.
7 ડીટરજન્ટ – તે આંતરડા અને કિડની સબંધિત સમસ્યાઓ ઉભી કરે છે.
પનીર પનીરમાં થતી ભેળસેળ અને તેનાથી થતી હાનીઓ.
પનીરની વાત કરીયે તો પનીરએ પ્રોટીન અને એનર્જીનો ખુબ મોટો સ્ત્રોત છે.પરંતુ પનીરને સસ્તું બનાવવા માટે એટલે કે કુત્રિમ પનીર બનાવવા માટે તેમાં ભેળસેળ કરવામાં આવે છે.જેમાં મુખ્યત્વે 1] યુરિયા 2] કોલ ટેર ડાયઝ 3] ડિટર્જન્ટ 4] સલ્ફ્યુરિક એસિડ વગેરે જેવા હાનિકારક કેમિકલ ભેળવવામાં આવે છે જે શરીરમાં ગંભીર બીમારીઓને નોતરે છે.આવા ભેળસેળને લીધે
1] ઈનફર્ટિલિટી
2] અંગોનું નબળું પડવું
3] કિડનીના રોગો
4] કેન્સર
5] હૃદય સબંધિત રોગો થઇ શકે છે.
ઘી
ઘીમાં થતી ભેળસેળ
ભારતમાં ઘીનું ભેળવવું એ એક સામાન્ય ગેરરીતિ છે.વનસ્પતિ તેલ અને પાણીની શરીરની ચરબી ઘીમાં ઉમેરવામાં આવે છે.તે ગમે ત્યારે હાર્ટ એટેક લાવી શકે છે.તથા રક્ત પરિભ્રમણમાં ગંભીર અસર કરે છે. રસોઈમાં વપરાતા તેલમાં થતી ભેળસેળ સૂર્યમુખીનું તેલ અને રાઇઝ બ્રાન્ડ તેલ માં પામોલિયન તેલ ભેળવી તેને સસ્તું કરવામાં આવે છે.આ ઉપરાંત મગફળીનું તેલ સોયાબીનનું તેલને સસ્તું બનાવવા તેમાં કપાસિયાનું તેલ ભેળવવામાં આવે છે. ઓલિવ ઓઇલ ખુબ મોંઘુ હોય છે.જેને સસ્તું બનાવવા તેમાં ખુબ સસ્તું એવું કેનોલા ઓઇલ અને કોલઝા ઓઇલ ભેળવવામાં આવે છે આવા તેલમાં થતા ભેળસેળને લીધે આખા શરીર પર સોઝો આવી શકે છે.પેટમાં ગળબળ થાય છે ઘણી વખત ઉલ્ટી તથા ઝાળા પણ થાય છે.
ખાંડ અને મીઠાંમાં થતી ભેળસેળ ખાંડ અને મીઠાંમાં ચોક પાવડર અને સફેદ રેતી વળે ભેળસેળ થતી જોવા મળે છે. તેના લીધે પેટના રોગો થઇ શકે છે.
ચામાં થતી ભેળસેળ ચામાં થતી ભેળસેળ કરવા માટે તેમાં દાય તથા આર્ટીફીસીયલ કલર વાપરવામાં આવે છે.તેના લીધે કેન્સર તથા જેવી બીમારીઓ થઇ શકે છે.
મરચાના પાવડરમાં થતી ભેળસેળ.
માર્ચના પાવડરમાં ભેળસેળ કરવા માટે સુડાન રેડ ડાય,રેડ બ્રિક ડાય,જીની માટી,નોન પરમિટેડ કલર,સૂકા પપૈયાના બીજા વગેરેનો ઉપયોગ સારો કલર મેળવવા માટે થાય છે. આવી ભેળસેળને કારણે પેટના રોગો,સ્કિન પ્રોબ્લેમ તથા ઈન્ફટ્રીલીટી જેવા રોગો થઇ શકે
મીઠાઈઓમાં થતી ભેળસેળ
મેટાતીલ યલો જે રાસાયણિક કલર છે તથા હળદરનો પાવડરએ કલર મેળવવા માટે મીઠાઈઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.આવા હાનિકારક રસાયણોને લીધે ટ્યુમર અને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે.
મધમાં થતી ભેળસેળ
મધને સસ્તું તથા વધારે જથ્થામાં બનાવવા માટે તેમાં ખાંડ,ગોળ તથા કોર્ન સીરપ મેળવવામાં આવે છે તેનાથી ઓબેસિટી,ડાયાબિટીસ આંખો અને ચેતાતંત્રને નુકસાન થાય છે
આ દરેક ભેળસેળએ માનવજાત માટે ખુબ હાનિકારક પુરવાર થઇ શકે છે માટે આ ભેળસેળ સામે આપણે સાથે મળીને લડવું પડશે આ ઉપરાંત ભારત સરકાર પણ જો ખુબ કડક પગલાં અપનાવે તો ભેળસેળ અટકાવી શકાય


