‘મારુતિ કોઠી આઈસ્ક્રીમ’ની દુકાનમાં વાસી કાચા સમોસા મળી આવ્યા
દશેરામાં વેંચાતી વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ નવરાત્રિ તથા દશેરાના તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરી જેવી કે મીઠાઇ, દૂધ તથા દૂધની બનાવટ, ખાદ્યતેલ, બેકરી પ્રોડક્ટસ, ડ્રાયફ્રૂટ્સ વગેરેના ઉત્પાદક, વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે. જે અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડએક્ટ-2006 હેઠળ કુલ 10 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અંજીર રોલ (દૂધની મીઠાઇ-લુઝ) જય ધારેશ્ર્વર ડેરી ફાર્મ, મીઠો માવો, મોળો માવો (લુઝ) શ્રદ્ધા ગુલાબજાંબુ, મીઠો માવો (લુઝ), ખજૂર બરફી (લુઝ) જય સિતારામ ડેરી ફાર્મ, મીઠો માવો (લુઝ) શ્રી પટેલ સ્વીટ્સ, માવો (લુઝ) મોદક લાડુ (લુઝ) વિકાસ ડેરી ફાર્મ, મોદક લાડુ (લુઝ) શ્રી સીતારામ વિજય પટેલ આઇસક્રીમ- ડેરી ફાર્મ, શ્રી પટેલ બેકરી ડેરીકેકને ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્યામલ ઉપવન સામે, વાગડ ચોક પાસે, શ્રી મારુતિ કોઠી આઇસ્ક્રીમ પેઢીની તપાસ કરતા સંગ્રહ કરેલ વાસી અખાદ્ય કાચા સમોસા 4 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠીયાવાડી સર્કલથી આંબેડકર ગેટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી જેમાં 7 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ કિશન પ્રોવિઝન સ્ટોર, સદ્ગુરુ સોડા શોપ, પટેલ ડેરી પ્રોડક્ટસ, ગોરધનભાઈ ગોવિંદભાઇ ચેવડાવાળા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, ઘનશ્યામ પેંડાવાળા, વાડીલાલ આઉટલેટ સહિતનાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા શિવાજી જનરલ સ્ટોર, શ્રી રામેશ્ર્વર બેકરી, આર. બી. ફાસ્ટ ફૂડ, જય ભવાની શીંગ, ગોકુલ ડેરી ફાર્મ, પટેલ ગૃહ વસ્તુ ભંડાર, યોગેશ્ર્વર ડેરી ફાર્મ, શ્રી અશોક વિજય ડેરી ફાર્મ, સિલ્વર બેકરી કેક શોપ, મુરલીધર ફરસાણ, ડાયમંડ શીંગની ચકાસણી કરવામાં આવી હતી.