ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના માયાણી ચોક રાજનગર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના અને ખાદ્યચીજોના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના માયાણી ચોક રાજનગર ચોક વિસ્તારમાં આવેલ ક્રિષ્ના મારવાડી પાણીપુરી, પ્રિન્સ શીંગ બેકરી, શ્રીહરિ ભોજનલાય, પટેલ ફાસ્ટફૂડ, બાલાજી પાન કોલ્ડ્રિંક્સ, બાલાજી ખમણ, રાધે ડેરી, ગાંધી સોડા શોપ, જલારામ દાળપકવાન, ડીલક્સ દાળપકવાન, બાલાજી સાઉથ ઇન્ડિયન સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ગણેશ મદ્રાસ કાફે, પ્રમુખ સોડા શોપ, પીઝા સ્ટુડિયો, શ્રીનાથજી ગાંઠિયા, સંતોષ ડેરી, મધુર સોડા શોપ, ઢોસા બાઇટ, બાબુભાઇ રગડાવાળા, જેનીસ ડાઈનિગ હોલ, હરી ઓમ ઢોસા, લીંબુ સોડા, જય સરદાર રેસ્ટોરેન્ટ, શ્રીરામ ચાઇનીઝ પંજાબી, રજવાડી આઇસ્કીમ, હેવન રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવી હતી.
સાથે જ ડ્રાયફ્રૂટ ચેકિંગ અંર્તગત સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ નીચે મુજબની વિગતે દર્શાવેલ 05 પેઢીમાંથી અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટના કુલ-10 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં શ્રીરામ વિજય ડ્રાયફ્રૂટ, ચંદ્રેશનગર મેઇન રોડ, બાલ્ધા ફૂડ્સ બેવેરેજીસ, અમીન માર્ગ, ઓરકલે નટ્સ બેરી, રવીરત્ન પાર્ક મેઇન રોડ, એન. કાકુભાઈ ગાંધી, અક્ષર માર્ગ, શ્રીજી ડ્રાયફ્રૂટ, પંચવટી મેઇન રોડ પરથી ડ્રાયફ્રુટના નમુના લેવામાં આવ્યા હતા.