ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા જય સિયારામ, જોગી ઘૂઘરા, સંધ્યા મદ્રાસ કાફે, ચામુંડા ભેળ સેન્ટર, તડકા ચાઇનીઝ, જલારામ વડાપાઉં, એ-વન દાલબાટી, સિધ્ધી વિનાયક દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ એચ એસ વડાપાઉં, શિવશક્તિ ચાઇનીઝ, ઓમ પનીર સૂરમા, જય ખોડિયાર ચાઇનીઝ, જય ગણેશ મદ્રાસ કાફે, કચ્છી દાબેલી, તિરૂપતી મદ્રાસ કાફે, ગણેશ પાઉંભાજી, અખિયા ચાઇનીઝ, એમ.જી.એમ. પાઉંભાજીની ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલી વિગતો મુજબ કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં રાધેશ્યામ ડેરી ફાર્મ, શ્રી રામ ડેરી ફાર્મ, અવધ સ્વીટ ડેરી ફાર્મ, શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, જાગનાથ ડેરી ફાર્મ, હરભોલે ડેરી ફાર્મ, ગાયત્રી ડેરી ફાર્મ, આકાશ ડેરી ફાર્મ, શ્યામ ડેરી ફાર્મ, ઘનશ્યામ ડેરી ફાર્મ, જય યોગેશ્ર્વર ડેરી ફાર્મ, મહેશ વિજય ડેરી ફાર્મ, વિશાલ ડેરી ફાર્મ, શિવ શક્તિ ડેરી ફાર્મ, શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાં મિક્સ દૂધ ગાયનું અને ભેંસના દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.
બજરંગવાડી હોકર્સ ઝોનમાં ખાદ્યચીજોનું વેંચાણ કરતાં 19 ધંધાર્થીને ત્યાં ફૂડ વિભાગના દરોડા
