તોરલ પાર્ક મેઈન રોડ પર ફૂડ વિભાગનું ચેકિંગ: ડેરી, ભજીયા, ચા- પાનની દુકાન સહિત 6 પેઢીને લાયસન્સ બાબતે નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તોરલ પાર્ક મેઇન રોડ, GST ઓફિસ સામે આવેલ પેઢીઓમાં તપાસ કરતા હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. જેમાં ‘કિશન ડેરી’ આંગન કોમ્પ્લેક્ષમાં આવેલા ‘ઉમિયાજી ગોગળી ભજીયા’ ‘પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ’, ‘ઓમ પ્રોવિઝન સ્ટોર’ ‘ઊં.ઉ પાન કોલ્ડ્રિંક્સ’, “ખેતલાઆપા પાન ટી”નો સમાવેશ થાય છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં 5 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી. જ્યારે નાના મવા રોડ પર આવેલા ફેન’સ બેકયાર્ડ કિચનમાંથી વેજ મસ્તાની હાંડી સબ્જી અને સોસનાં નમુના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.



