દબાણ હટાવ શાખાએ ડિમોલિશન કરી 95 સ્થળો પરથી છાપરા-ઓટા દૂર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
મનપા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં વનવીક, વનરોડ ઝુંબેશ અંતર્ગત વિવિધ વોર્ડમાં કામગીરી કરવામાં આવે છે જેમાં આજે વોર્ડ નં. 4માં આવેલ વિવિધ માર્ગો પર અલગ-અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર વેરા વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતાં આસામીઓ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડિંગો ફાયર એનઓસી અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવી છે.
- Advertisement -
જ્યારે મનપાની ફૂડ શાખાએ મેક્સ બેવરજીસમાં પણ બિસ્તર પેકેજીંગ ડ્રીન્કીંગ વોટર વિથ એડેડ મિનરલનો નમૂનો નાપાસ થતાં પેઢી માલિક જગત માતરિયા પાસેથી રૂા. 8 લાખનો દંડ વસુલવા એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર રાજકોટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 80 ફૂટ રોડ તથા 50 ફૂટ રોડ પરના ખાદ્યપદાર્થનું વેચાણ કરતા 23 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરતાં શ્રીજી લાઈવ બેકરી, શિવ બેકર્સ જનરલ સ્ટોર્સ, શ્રીજી ફેન્સી ઢોસા, ઈઝી બેકરીમાંથી 23 કિ.ગ્રા. વાસી, અખાદ્ય ખોરાક મળી આવતાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 12 પેઢીને લાયસન્સ મેળવવા તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
જેમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા 50 ફૂટ રોડ, જૂનો મોરબી રોડ તથા 80 ફૂટ રોડ પરના પાર્કિંગ તથા માર્જિનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે કુલ 95 સ્થળોએ થયેલ છાપરા- ઓટલાનું દબાણ દૂર કરી અંદાજિત 2100 ચો. ફૂટ પાર્કિંગ- માર્જિનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.


