ગોરખપુરમાં NDRF તહોનાત, 13 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં લગભગ એક અઠવાડિયાથી પૂરની સ્થિતિ યથાવત છે. પૂરની સૌથી વધુ અસર ગોરખપુરમાં છે. અહીં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયાં છે. ગઉછઋ, જઉછઋ અને ઙઅઈની ટીમો 100 બોટ સાથે રાહત કાર્યમાં લાગેલી છે. ગંગા નદી બે કાંઠે વહી રહી છે. વારાણસીમાં ગંગાના 30 ઘાટ ડૂબી ચૂક્યા છે. દશાશ્ર્વમેઘ ઘાટમાં ગંગા આરતી સ્થળ સુધી પાણી પહોંચી ગયું છે. અસ્સી ઘાટમાં જૂના આરતી સ્થળની જગ્યા બદલી નાખવામાં આવી છે. આજે આરતી 4 ફૂટ ઉપરથી થશે. બીજી તરફ, બિહારના નેપાળ પાસે આવેલા વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ બની રહી છે.
આ સિવાય મુંબઈમાં ગુરુવારે ભારે વરસાદ થયો. હવામાન વિભાગ પ્રમાણે, 10 કલાકમાં (સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ઝાડ અને દીવાલ પડવા જેવી અનેક ઘટનાઓ પણ સામે આવી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. વાતાવરણ વિભાગે આજે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઈંખઉએ શુક્રવારે 8 રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે જ સમયે, 5 રાજ્યો મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 11.1 ઇંચ વરસાદ થયો છે, જે ચોમાસાના કુલ ક્વોટા વરસાદના 30 ટકા છે. હાલ, મોનસૂન ટ્રફ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના એક્ટિવ થવાથી વાવાઝોડા-વરસાદની સ્ટ્રોંગ સિસ્ટમ બની છે. ગોરખપુર, વારાણસી સહિત યુપીના 20થી વધુ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. 20 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. સૌથી ભયાનક સ્થિતિ ગોરખપુરમાં છે. અહીં રાપ્તી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 55થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયાં છે.