ઇવીએમ મશીનો પર ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકનો ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતુ. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમને જે તે વિધાનસભાનાં રિસીવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. આ કામગીરી રાત્રીના મોડે સુધી પાલી હતી. તમામ ઇવીએમ રિસીવીંગ એન્ડ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે આવી ગયા બાદ જે તે વિધાનસભા ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિ.ના ઇજનેરી ટેકનોલજી કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસ અને પેરામિલીટ્રી ફોર્સ અને સીસીટીવી કેમેરાની નીગરાની હેઠળ રાખવામાં આવ્યા હતા.