ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી વશરામભાઈ શામજીભાઈ માકાસણા, મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા, રણછોડભાઈ રવજીભાઈ સોનગ્રા, રમેશભાઈ ચુનીલાલભાઈ જોબનપુત્રા અને શૈલેષભાઈ રતીલાલભાઈ પુજારા (રહે. તમામ ચરાડવા) જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જ્યારે મહેશભાઈ પ્રભુભાઈ વાઘેલા (રહે. સુથાર શેરી, ચરાડવા) તેમજ ગોરધનભાઈ ચતુરભાઈ માકાસણા (રહે. અવની સોસાયટી, મોરબી, મુળ રહે. ચરાડવા) નામના બંને આરોપીઓ નાસી જતા હળવદ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 18,600, બે મોટર સાયકલ કિંમત રૂપિયા 40 હજાર તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 68,600 નો મુદ્દામાલ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધીને નાસી છૂટેલા બે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, બે ફરાર
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/jugar.jpeg)