સારંગપિપળી ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માતાવદર તાલુકાનાં સારંગપીપળી ગામે બે દિવસ અગાઉ પોરબંદર તાલુકાના ભડ ગામના નિલેશ વિનોદભાઇ ગોરડની હત્યા મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ પોરબંદરના ભડ ગામના નિલેશ ગોબડ સારંગપીપળી ગામે રહેતી ભૂમિકાબેન પ્રફુલભાઇ ગોસ્વામી સાથે પ્રેમ સબંધ હતો જે બાબતની પરિવારને જાણ થતા ગૌસ્વામી પરિવારે પૂર્વ આયોજીત કાવતરૂ રચી ભૂમિકાબેને પોરબંદરના નિલેશ ગોરડને મળવા માટે સારંગપીપળી બોલાવ્યો હતો અને નિલેશ ગોરડને ગોડાઉનમાં પુરીને લાકડાના તેમજ પાઇપ વડે બેરહેમીથી માર મારતા નિલેશને પહેલા માતાવદર હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ નિપજ્યુ હતુ. જે બાબતની પોલીસને જાણ થતા તૂરંત જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશો આપતા ક્રાઇમ બ્રાંચે આરોપી ભૂમિકાબેન પ્રફુલપરી ગૌસ્વામી અને પ્રફુલપરી કરશન ગૌસ્વામી, દિવ્યેશપરી ગૌસ્વામી, ભાવેશપરી ગૌસ્વામી, કલ્પેશપરી ગૌસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ હતા. ત્યારે સમગ્ર હત્યા મામલે પ્રેમિકાએ પરિવારજનો સાથે રાખીને પ્રેમીની હત્યા નિપજાવી હતી.