4 નવેમ્બરે પરીક્ષા પૂર્ણ થશે: 9 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાની શરૂઆત થઈ ગઈ રહી છે. આ પરીક્ષા આગામી 4 નવેમ્બરના રોજ સમાપ્ત થશે, ત્યારબાદ 9 નવેમ્બરથી દિવાળીનું વેકેશન શરૂ થશે. દિવાળીનું વેકશન પૂરું થયા બાદ 30મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. ૠઈઊછઝ દ્વારા પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આજથી એટલે કે ગુરુવારથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થયો હતો, પ્રથમ સત્રાંત કસોટી માટેનો અભ્યાસક્રમ જૂન માસથી લઈને ઓક્ટોબર માસ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. ૠઈઊછઝ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 3થી 5ની પરીક્ષા 3 નવેમ્બરે અને ધોરણ 6થી 8ની પરીક્ષા 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. પરીક્ષા કેટલા માર્ક્સની લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ 3થી 5ની પ્રથમ સત્રાંત કસોટી 40 માર્ક્સની લેવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8ની પ્રથમ સત્રાંત કસોટી 80 માર્ક્સની લેવામાં આવશે.
- Advertisement -
પરીક્ષાનો સમય શું હશે?
ધોરણ 3થી 5ની પરીક્ષા સવારે 11 વાગ્યાનો રહેશે, જે બપોરે 1 વાગ્યે પૂર્ણ થશે. એવી જ રીતે ધોરણ 6થી 8ની પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે, જે સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. આ પરીક્ષાઓ 4 નવેમ્બરના રોજ પૂર્ણ થશે અને 9મી નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. 29મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન ચાલશે. જે બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.