કોઠારીયા ગામમાં કાચા મકાનો ખાલી કરવા નોટિસ મળતાં રહેવાસીઓનું કલેક્ટરને આવેદન
નોટિસમાં 10 દિવસની અંદર મકાનો ખાલી કરવા જણાવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
રાજકોટના કોઠારીયા ગામમાં 352 ઘર કેજે ખરાબાની જગ્યા પર બનાવવામાં આવ્યા હતા. જે મકાનોમાં ત્યાંના લોકો વસવાટ કરે છે. જે મકાન ગેરકાયદે બાંધકામને તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી હતી. જે મુદ્દે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ઉપરોક્ત માહિતી મુજબ રાજકોટ કોઠારીયા ગામના 352 પૈકીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી રોજીરોટી અને ઘરના પરિવારના ભરણ પોષણ મા આવા ખરાબાની જગ્યા પર કાચા મકાનો બાંધી વસવાટ કરતા હતા.
જેના સંદર્ભ માં નોટિસ આપવામાં આવી હતી જેના દ્વારા 10 દિવસની અંદર મકાનો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું કોઠારીયા ગામના 352 જેટલા કાચા મકાનોને પડવાના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકોની ઉપર સુધી પહોંચ હોય છે અને પૈસાદાર હોય છે તેવા લોકો દ્વારા પણ જમીનોના કબજા લેવામાં આવે છે. પહેલાં તે લોકોને જમીનદોસ્ત કરવામાં આવે ત્યારબાદ અમે મકાનો ખાલી કરીશું તેવું લોકો દ્વારા જિલ્લા કલેક્ટર ને કહેવામાં આવ્યું હતું.