જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે આવનારા સમય ઐતિહાસિક સાબિત થશે
જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના હોદેદારોએ આપી માહિતી
- Advertisement -
કેનેડા, દુબઇ, બેહરીન, ઓસ્ટ્રેલિયા, યુ.કે. અને અમેરિકાથી આવશે બાયર્સ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે આવનારા દિવસો ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યા છે. 12 અને 13 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રિવર્સ બાથર-સેલર મીટ (છઇજખ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ, જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ૠઉંઊઙઈ) દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત છે. જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના હોદેદારોએ રાજકોટમાં આ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ મીટ એ માત્ર એક ટ્રેડ ઇવેન્ટ નહીં, પરંતુ રાજકોટના ઉદ્યોગને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવાની દિશામાં એક વ્યૂહાત્મક પહેલ છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વિદેશી બાયર્સ જાતે રાજકોટ આવીને અહીંના ઉત્પાદકો સાથે સીધી બિઝનેસ ચર્ચા કરશે, જે રાજકોટ માટે એક નવી ઓળખ અને નવી તકો લઈને આવશે. રાજકોટ માટે આ મોડલ ખાસ મહત્વનો છે કારણ કે અહીંના ઉદ્યોગ મજબૂત ઉત્પાદન ક્ષમતાવાળો હોવા છતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિગથી દૂર રહ્યો છે. આ મીટમાં રાજકોટના 18 એકિઝબિટર્સ ભાગ લઈ રહ્ય છે, જેમને વહાલા તે પેહલાના ધોરણે પસંદ કરવામાં આવ્યા છે. સાથે સાથે, 30થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ રાજકોટની મુલાકાત લેશે. ખાસ કરીને કેનેડા, દુબઈ (યુએઇ), બહરિન, ઓસ્ટ્રેલિયા, યુ.કે. અને અમેરિકાથી બાયર્સ આવશે. આ બાયર્સ વિવિધ માર્કેટ સેગમેન્ટ્સને પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ રાજકોટના ઉત્પાદકો સાથે સીધી ઇ2ઇ મીટિંગ્સ, પ્રોડક્ટ શોકેસિંગ અને ભાવ ચર્ચાઓ કરશે.
- Advertisement -
રિવર્સ બાયર-સેલર મીટ : લાંબા ગાળાના બિઝનેસ સંબંધો સ્થાપિત કરવાની તક આપે છે
પરંપરાગત બાયર-સેલર મીટમાં ભારતીય ઉત્પાદકો વિદેશ જઈને બાયર્સને મળે છે, જ્યારે રિવર્સ બાયર-સેલર મીટમાં આંતરરાષ્ટ્રીય બાયર્સને ભારતના ઉત્પાદન ક્લસ્ટરમાં આમંત્રિત કરવામાં આવે છે. આ મોડલ ખાસ કરીને ખજખઊ ઉત્પાદકો માટે અત્યંત લાભદાયક છે, કારણ કે તે તેમને સીધી આંતરરાષ્ટ્રીય માર્કેટ એક્સપોઝર આપે છે, લાંબા ગાળાના બિઝનેસ સંબંધો સ્થાપિત કરવાની તક આપે છે, ઉત્પાદન ક્ષમતા અને કારીગરી જાતે દર્શાવવાની સગવડ આપે છે.
રાજકોટ પ્લેન ગોલ્ડ જવેલરીનું મેન્યુફેક્ચરિંગ હબ છે
રાજકોટ હંમેશાથી પ્લેન ગોલ્ડ જવેલરીનું એક મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ હબ રહ્યું છે. અહીંની કારીગરી, ચોકસાઈ અને શુદ્ધતાને સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટનો ઉદ્યોગ નોંધપાત્ર રીતે વિકસ્યો છે અને હવે તે માત્ર પ્લેન ગોલ્ડ પૂરતો સીમિત નથી રહ્યો. આજે રાજકોટમાં એન્ટીક જવેલરી, સિલ્વર જવેલરી અને ડાયમંડ સ્ટડેડ જવેલરી જેવા ક્ષેત્રોમાં પણ ગુણવત્તાપૂર્ણ ઉત્પાદન થવા લાગ્યું છે.
દેશના અનેક ક્લસ્ટર્સ રાજકોટમાં બનેલા ટૂલ્સ અને મશીનરી પર આધાર રાખે છે
ટૂલ્સ, ડાઈઝ અને જ્વેલરી મશીનરી ક્ષેત્રે રાજકોટનું યોગદાન સમગ્ર ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આધારસ્તંભ સમાન રહ્યું છે. દેશના અનેક ક્લસ્ટર્સ રાજકોટમાં બનેલા ટૂલ્સ અને મશીનરી પર આધાર રાખે છે. છતાં પણ, આંતરરાષ્ટીય માર્કેટ સુધી સીધી પહોંચ અને વૈશ્વિક બ્રાન્ડિંગનો અભાવ અત્યાર સુધી રાજકોટ માટે એક મોટી મર્યાદા રહ્યો છે જેને દુર કરવાનો પ્રયાસ આ મીટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રાજકોટના જ્વેલરી ઉદ્યોગને મળશે આંતરરાષ્ટ્રીય મંચ



