પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ ડોકટરોએ જવાનને મૃત જાહેર કર્યા
અયોધ્યા રામ મંદિરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ UPના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં એક SSF જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું છે . પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના સવારે 5.25 વાગ્યે બની હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો હતો. જવાનની ઓળખ 25 વર્ષીય શત્રુઘ્ન વિશ્વકર્મા તરીકે થઈ છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો.
- Advertisement -
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું ગોળી વાગતાં મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 કલાકે બની હતી. આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. 25 વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગરના રહેવાસી હતા. સવારે રામમંદિર પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો. આ તરફ હાજર પોલીસ સ્ટાફે જોયું કે શત્રુઘ્ન લોહીના ખાબોચિયામાં પડેલા હતા અને તેમને ગોળી વાગી હતી. જેને લઈ સાથી સૈનિકો તેમને હોસ્પિટલ લઈ ગયા. અહીંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા પરંતુ ત્યાંના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
સૈનિકના મોતથી અયોધ્યા મંદિર પરિસરમાં ખળભળાટ
આ તરફ સૈનિકના મોતથી અયોધ્યા રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. IG અને SSP ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે જાતે ઘટના સ્થળે તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
- Advertisement -
કોણ હતા શત્રુઘ્ન વિશ્વકર્મા ?
શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચના હતા. તે આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામના રહેવાસી હતા અને SSF માં પોસ્ટેડ હતા. યોગી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી હતી. મૃતક સૈનિકના સાથીઓએ જણાવ્યું કે, ઘટના પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યા હતા. આ સાથે તે કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને ચિંતિત પણ હતા.પોલીસે તેમનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસે મૃતક જવાનના પરિવારને જાણ કરી છે. પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.




