રેમલ વાવાઝોડાને પગલે ભારે વરસાદથી…
રાજયમાં પુરે અત્યાર સુધીમાં 26 લોકોના જીવ લીધા
- Advertisement -
આસામમાં રેમલ વાવાઝોડાને કારણે નદીઓમાં આવેલા પુરથી હાલત બગડી છે. કરીમગંજ જિલ્લામાં ભૂસ્ખલનથી ત્રણ સગીર સહિત પાંચ લોકોના મોત થયા છે. પુરના કારણે રાજયમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.
આ અંગેની વિગત મુજબ આસામના કરીમગંજ જિલ્લામાં બદરપુર વિસ્તારમાં ભુસ્ખલનથી ત્રણ સગીર સહિત પાંચ લોકોના મોત થયા છે. કરીમગંજના પોલીસ અધિક્ષક પાર્થ પ્રોતિમદાસે કહ્યું હતું કે આસામમાં પુરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજયમાં પુરના કારણે 15 જિલ્લાના 1.61 લાખથી વધુ લોકોને અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, પુરના કારણે બ્રહ્મપુત્રા નદીનું જલસ્તર વધી ગયું છે. હવામાન વિભાગે સોમવારે એક સપ્તાહ સુધી ગુવાહાટીમાં સતત વરસાદ થવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે રેમલ વાવાઝોડાને કારણે આસામમાં ભારે વરસાદ થયો છે.