ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં મોટા ભાગની સીટો ભાજપને ફાળે જતા ભાજપનો ભવ્ય વિજય થવા બદલ ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,મહામંત્રી દિલીપસિંહ બારડ,શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળના ટાવર ચોક ખાતે ભાજપની જીત બદલ ફટાકડાં ફોડી ઉજવણી
