અમદાવાદમાં સવાર-સવારમાં BRTS બસમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. જોકે સદનસીબે ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાની નથી થઇ.
અમદાવાદના મેમનગર વિસ્તારના બસ નજીક આજે સવાર-સવારમાં એકાએક BRTS બસમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જોકે ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે બસમાં સવાર તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. બીજી તરફ, ફાયરની ટીમે પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને કાબુમાં લઇ લીધી હતી.
- Advertisement -
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
જોકે બસમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, સવારના અંદાજે 8:48 કલાકે ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે, શહેરના મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટોપ પર ઉભેલી BRTS બસમાં આગ ફાટી નીકળી હતી. આથી કોલ મળતા જ ફાયર વિભાગના 5 વાહનો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. ફાયર વિભાગે માત્ર 10 મિનિટમાં જ આગ કાબુમાં આવી ગઇ હતી. જોકે આ ઘટનાને પગલે BRTS સ્ટોપની બહાર ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા.
મે તાત્કાલિક મુસાફરોને બહાર કાઢ્યા: ડ્રાઇવર
- Advertisement -
આ અંગે બસના ડ્રાઈવરે જણાવ્યું કે, બસ મેમનગર સ્ટેશને આવીને બંધ પડી ગઈ હતી. થોડી જ વારમાં ધુમાડો નીકળવાનો શરૂ થતા મે તાત્કાલિક મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસમાં એ સમયે 40થી 50 મુસાફરો સવાર હતા. આથી તુરંત બધાને મે બહાર કાઢ્યા અને ફાયર વિભાગને કોલ કર્યો.