ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરી વિસ્તારમાં બે સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી જે બનાવ અંગે જાણ થતાં મોરબી ફાયર વિભાગે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગના બનાવની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે પેટ્રોલ પંપ પાસેની શેરીમાં કોમન પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ તાકીદે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ આગની બીજી ઘટનામાં મોરબીના રવાપર ગામ ઈડન ગાર્ડન પાસે બપોરે કોઈ કારણોસર ઘાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા તુરંત ફાયર ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગની આ બંને ઘટનામાં કોઈ જાનમાલનું નુકશાન થયું ન હતું જ્યારે ઘટનાસ્થળ પરથી ફાયર ટીમે શેરાને બહાર કાઢી સલામત સ્થળે મુક્યો હતો.
મોરબીમાં બે સ્થળે આગ, ફાયર વિભાગે તાકીદે દોડી જઈને કાબુ મેળવ્યો
