- મેષ – આજે શત્રુ તમારી પ્રશંસા કરશે, માન પ્રતિષ્ઠા વધશે, ન્યાય તમારે પક્ષે થશે. વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે.
- વૃષભ – આજે વિચાર્યું હશે તેનાથી વિપરીત પરીણામ મળશે, લાભના અવસર મળશે. વડિલોનો આદર કરો.
- મિથુન – નોકરીમાં અશાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. ફાલતુ ખર્ચ વધશે. ફ્રોડ થઈ શકે છે.
- કર્ક – આર્થિક રોકાણથી લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક પીડા હળવી થશે. ચિંતા રહેશે.
- સિંહ – દિવસની શરુઆત આનંદદાયક રહેશે. જૂના મિત્રોની મુલાકાત થશે. લાભની સંભાવના છે. શત્રુ પરાસ્ત થશે.
- કન્યા – સમય સાથે આચાર-વિચાર બદલવા જરૂરી છે. લાભના અવસર મળશે, સુખ શાંતિ માટે વ્યવહાર બદલવો પડશે.
- તુલા – આત્મવિશ્વાસ સાથે કામ કરો. બીજાના ભરોસે ન બેસો. સતર્ક રહો. સ્વાસ્થ્ય સારું છે. ખર્ચ વધશે. ઘરમાં સારું વાતાવરણ રહેશે.
- વૃશ્ચિક – યશ-કિર્તીમાં વધારો થશે. કારોબારમાં લાભ થશે. સંતાન પર ધ્યાન રાખો. વાહન સુખ વધશે. નમ્રતા સ્વભાવમાં રાખવી.
- ધન – દિવસની શરુઆત સારી થશે. નવા ઘર લેવાની યોજના બની શકે છે. વેપારમાં લાભ થશે. કામના સ્થળે નિરાશા થશે.
- મકર – કામ કરવાની રીત સુધારો. ધન લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિવાદ દૂર થશે. સમય બદલશે. વાહન ખરીદવાના યોગ છે.
- કુંભ – કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી રહેશે. નોકરીમાં વિવાદ શાંત થશે. લાભના અવસર મળશે. ઘર પર શાંતિ જાળવી રાખો.
- મીન – આજે કોઈ મિત્રો સાથે મુલાકાત લાભકારી સાબિત થશે. પોતાના અને પારકામાં ફરક સમજો. બોલતા પહેલા વિચાર કરો.