લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 3 વાગ્યા સુધી સરેરાશ 49.68 ટકા મતદાન થયું છે. સૌથી વધુ ઝારખંડમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.
| રાજ્ય | 3 વાગ્યા સુધીમાં મતદાન |
| બિહાર | 42.95% |
| ચંદીગઢ | 52.61% |
| હિમાચલ | 58.41% |
| ઝારખંડ | 60.54% |
| ઓડિશા | 49.77% |
| પંજાબ | 46.38% |
| ઉત્તર પ્રદેશ | 46.83% |
| પ. બંગાળ | 58.46% |
હિમાચલ પ્રદેશની 4 બેઠકો ‘400’ને પાર કરવામાં યોગદાન આપશેઃ કંગના રણૌત
- Advertisement -
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી કહ્યું, ‘મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે… હિમાચલ પ્રદેશની 4 બેઠકો ‘400’ને પાર કરવામાં મદદ કરશે.




