કેન્દ્રએ ગ્રીન સિગ્નલ આપી દીધુ: ધરખમ ફેરફારો થવાની અટકળો તેજ ગતિએ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.29
- Advertisement -
રાજયની આઈએએસ-આઈપીએસ કેડરમાં બદલીની અટકળો લાંબા વખતથી ચાલી જ રહી છે. હવે ચાલુ સપ્તાહમાં બદલીનો મોટો ઘાણવો નિકળવાના સંકેતો છે. ગૃહ વિભાગના ઈન્ચાર્જ અગ્રસચિવ અને કૃષિ સચિવ એવા એ.કે.રાકેશ ચાલુ સપ્તાહમાં નિવૃત થાય છે. સચીવાલય સ્તરે મોટા ફેરફારો ઘણા વખતથી પેન્ડીંગ છે. ઉપરાંત બે જીલ્લામાં કલેકટરોની જગ્યા ખાલી છે. એવા નિર્દેશ છે કે વહીવટીતંત્ર પર પકકડ મજબૂત બનાવવા મોટા ફેરફારો કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ઈરાદો છે. બદલી મામલે તેઓએ પાર્ટી નેતાગીરી સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી.
દિલ્હીની તાજેતરની મુલાકાત વખતે કેન્દ્રીય નેતાગીરીનું ધ્યાન દોર્યુ હતું અને તેમના દ્વારા લીલીઝંડી મળી ગયાના નિર્દેશ છે. આઈએએસની જેમ આઈપીએસ કેડરમાં પણ બદલી તોળાય રહી છે. ગુપ્તચર વિભાગમાં રહેલા એડીશ્નલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ તથા સીઆઈડી ક્રાઈમના અધિક ડી.જી. સુભાષ ત્રિવેદી નિવૃત થઈ રહ્યા છે તેમના સ્થાને નવી નિમણુંક કરવી પડશે. બન્ને અધિકારીઓ સરકારની નજીક છે અને નિવૃતિ પછી કોઈ નવી જવાબદારી મળી શકે છે.