અભિલાષ ઘોડા
સિંગલ ઓર્ડર સાથે નવસારી બદલી કરી દેવામાં આવી
- Advertisement -
ગાંધીનગર સ્થીત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કમીશ્નર કચેરી ખાતે ઉજવણી શાખામાં સહાયક નિયામક તરીકે ફરજ બજાવતા એક વિવાદિત અધીકારીની અનેક ફરીયાદો બાદ બદલી કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અધીકારી જ્યારે પોરબંદર ફરજ બજાવતા ત્યારે પણ વહીવટી બીન કાર્યક્ષમતાને કારણે અનેક લોકોના પેમેન્ટ રોકાઇ ગયેલા. ત્યારબાદ તેમની બદલી ગાંધીનગર ની મુખ્ય કચેરી ખાતે કરવામાં આવેલી. તે દરમ્યાન પણ તેણે સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, હર ઘર તિરંગા અને વાયબ્રન્ટ નવરાત્રી 2024 સહીત અનેક પ્રોજેક્ટ માં પોતાની અણ આવડત ને કારણે ખુબ ગેરરીતિઓ આચરેલી.
જેની અનેક ફરીયાદો કેટલાય કલાકારો અને સંસ્થાઓ દ્વારા અનેક પુરાવાઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી સહીત ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવેલી. ’ખાસ ખબર’ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવેલો. તેમ છતા આ અધિકારી સતત એવું બોલતા પણ સંભળાયેલા કે ’તમારાથી જે થાય તે કરી લો. મારો કોઇ વાળ વાંકો નહીં કરી શકે.’ આ વર્તનથી ખુદ ઉચ્ચ અધિકારીઓ પણ પરેશાન હતા. આવી અનેક ફરીયાદો અને તેમના વર્તન ની ગંભીર નોંધ લઇ આજે સવારે સિંગલ ઓર્ડર થી આ વિવાદિત અધીકારીને બદલી તાત્કાલિક અસરથી નવસારી મોકલી દેવામાં આવ્યા છે. ગાંધીનગર તેમના સ્થાને નવસારી ખાતે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરીમાં જ ફરજ બજાવતા હીરેન પટોળીયાને ગાંધીનગર ખાતે આ વિવાદિત અધિકારીની જગ્યાએ નિમણુક આપવામાં આવી છે.