સુપ્રીમ કોર્ટે આપેલો 1 સપ્તાહનો સ્ટે 12 કલાકમાં જ પરત ખેંચ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં સજામાફીનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ 18 તારીખે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરન્ડર કરવા આદેશ કર્યો હતો જેની સામે ગત સાંજે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો સમય આપ્યો હતો જે 12 કલાકમાં જ સ્ટે રદ કરી આજે 8 વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ કરતા ભાગેડુ અનિરૂદ્ધસિંહએ બપોરે ત્રણ વાગ્યે ગોંડલ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. પોપટ સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષ સુધી સજા ભોગવ્યા બાદ 2018માં સજામાફીનો હુકમ થતા અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમુક્ત થયા હતા પરંતુ સોરઠીયાના પરિવારે હાઇકોર્ટમાં અરજી કરતા આ સજામાફીનો હુકમ રદ કરાયો હતો જેની સામે અનિરૂદ્ધસિંહ સુપ્રીમ કોર્ટમાં જતા સુપ્રીમ કોર્ટે પણ આ હુકમ યથાવત રાખ્યો હતો અને 18 તારીખે હાજર થવા આદેશ કર્યો હતો ગત સાંજે અનિરૂદ્ધસિંહ હાજર થશે કે કેમ તે વિચારણા વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની રાહત કરતો સ્ટે આપ્યો હતો આ સ્ટે પછી 12 કલાકમાં જ આ સ્ટે રદ કરી આજે 8 વાગ્યા સુધીમાં હાજર થવા હુકમ કર્યો હતો જેની સામે અનિરૂદ્ધસિંહ જૂનાગઢ જેલની બદલે ગોંડલ કોર્ટમાં બપોરે હાજર થઇ ગયા હતા. ત્યારે અમિત ખૂંટ આપઘાત કેસમાં ભાગેડુ જાહેર કર્યા હોય હવે ગોંડલ પોલીસ આ કેસમાં કબ્જો લેશે કે જૂનાગઢ જેલ હવાલે કરાશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.



