બીજેપીની નજર માત્ર 2024 પર જ નહીં પણ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ છે. પીએમ મોદી આ ચૂંટણી રાજ્યોના કાર્યકર્તાઓને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ખાસ સંદેશ આપી શકે છે.
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. જણાવી દઈએ કે મંગળવારે એટલે કે આજે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે, આ સાથે જ ચૂંટણી પ્રમુખો પોત-પોતાના રાજ્યોના અહેવાલો રજૂ કરશે. સાથે જ આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. તેના સંબોધનમાં પીએમ મોદી ભાજપના કાર્યકરોને ‘વિજય મંત્ર’ આપશે. બીજેપીની નજર માત્ર 2024 પર જ નહીં પણ આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ છે અને પીએમ મોદી આ ચૂંટણી રાજ્યોના કાર્યકર્તાઓને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ખાસ સંદેશ આપી શકે છે.
- Advertisement -
Pictures from the National Executive meeting in Delhi. pic.twitter.com/VVfRhm3E1d
— Narendra Modi (@narendramodi) January 16, 2023
- Advertisement -
આ વર્ષે નવ રાજ્યોમાં થનાર ચૂંટણી પર ભાજપની નજર
જણાવી દઈએ કે સોમવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 2023માં નવ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તો અત્યાર થી જ ચૂંટણીની તૈયારી કરો, આપણે બધા રાજ્યોમાં જીતવું છે. આ સાથે જ સોમવારે રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિશ્વમાં ભારતની છબી સુધરી છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સોમવારે યોજાયેલ એ બેઠકમાં ભાજપ અને પીએમ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ વિપક્ષની ટીકા પણ કરવામાં આવી હતી.
आज एनडीएमसी कन्वेंशन सेंटर, नई दिल्ली में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की गरिमामयी उपस्थिति में दो दिवसीय 'राष्ट्रीय कार्यकारिणी बैठक' का शुभारंभ हुआ।
मोदी जी के यशस्वी नेतृत्व में भाजपा का प्रत्येक कार्यकर्ता गरीब कल्याण व अंत्योदय के लिए संकल्पित है।#BJPNEC2023 pic.twitter.com/nBdp7KqHdL
— Jagat Prakash Nadda (@JPNadda) January 16, 2023
તમામ નેતાઓ તૈયાર થઈ જાઓ- જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ષ 2023ને ખૂબ મહત્વનું ગણાવતા રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સભ્યોને એકસાથે તૈયાર થવા અને એક પણ ચૂંટણી ન હારવા આહ્વાન કર્યું હતું. એમને કહ્યું હતું કે જ્યાં પાર્ટીની સરકાર હોય ત્યાં તેને મજબૂત કરવી અને જ્યાં સરકાર નથી ત્યાં તેને વધુ મજબૂત બનાવવામાં બધા લાગી જઈએ. આ સાથે જ નડ્ડાએ તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ જીતનો ઉલ્લેખ કરતાં દરેકને તેમાંથી શીખવા પણ કહ્યું હતું. આ સાથે જ હિમાચલ પ્રદેશને લઈને એમને કહ્યું કે ત્યાં રિવાજો બદલી શકાયા નથી પણ એક ટકાથી ઓછા વોટથી તેનો પરાજય થયો છે. ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ 37 હજાર મતોનો તફાવત હતો.