પુર્વ નિર્ધારણ અનુસાર સરદાર પટેલ જન્મજયંતિનાં દિવસે ચિત્રભારતી દ્રારા કમલેશભાઇ ઉદાસી એ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારનાં ઉભરતા ફિલ્મ કલારસીકોને સવારે 11 થી સાંજનાં 6 સુધી ફિલ્મની વિવિધ વિધાનો ગહન અભ્યાસ કરાવ્યો.તો સાથો સાથ ભારતીય કલા – મુલ્ય – સંસ્કૃતિ ઉપર એક એક શોર્ટ ફિલ્મ પણ બનાવવા માટે હોમવર્ક આપ્યુ હતુ.
શીલ્પન નોવા થિયેટર રાજકોટ ખાતે સવારે 10.30 નાં ટકોરે જ સૌરાષ્ટ્રભર માંથી ફિલ્મની વિધા શિખવા માંગતુ યુવાધન સાથો સાથ આ ક્ષેત્રે અનુભવ ધરાવતા કલારસિકોનો મેળાવડો જામવાનો શરુ થયો હતો.કાર્યક્રમનાં પ્રારંભમાં જ દિપ પ્રગટાવી રા.સ્વ.સંઘનાં મહાનગરનાં મા.સંઘચાલક ડો. જીતેન્દ્રભાઈઅમલાની સાહેબ , આંતરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં એડ અને ડાયરેકશન ક્ષેત્રે નામનાં ધરાવતા હારિતરુષી પુરોહિત અને માસ્ટર કલાસ લેનારા ઇસરોનાં નિવૃત ડાયરેકટર કમલેશભાઇ ઉદાસીએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ લગભગ શરુઆતનાં ત્રણ કલાક સુધી ડાયરેકશન , સિનેમેટોગ્રાફી જેવી ફિલ્મકલાની જીણામાં જીણી વિગતો સમજાવતા માસ્ટર કલાસનો પ્રારંભ થયો હતો.ત્યારબાદ આ ક્ષેત્રે ફિલ્મક્ષેત્રે કારકીર્દી વિષયક માર્ગદર્શન રા.સ્વ.સંઘનાં રાજકોટ મહાનગરનાં કાર્યવાહ અને કોલમિષ્ટ ડો.આશિષભાઇ શુકલા એ માર્ગદર્શન આપ્યું હતુ.તો અંતમાં સરદાર પટેલ જયંતિ નિમિત્ત સરદાર પિકચરનનાં અગત્યનાં સિનનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે આર્મિનાં નિવૃત કેપ્ટન જયદેવભાઇ જોષી , રા.સ્વ.સંઘનાં નરેન્દ્રભાઇ દવે મનિષભાઇ બેચરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સળંગ સાત-આઠ કલાકની કાર્યશાળાનાં અંતે કલારસીકો પ્રફુલ્લીતતા સાથે કંઇક નવું જાણવા શિખવા મળ્યું એનો ઉપયોગ આ ક્ષેત્રે કારકીર્દીનાં ઘડતર અને દેશને વિકાસની દિશામાં લઇ જનારા સંસ્કૃતિને અનુરુપ સમગ્ર કુટુંબ એક સાથે બેસીને જોઇ શકે એવી ભરતમુનિ રચિત આ વિધાનો સકારાત્મક ઉપયોગ અને ફિલ્મ તેમજ લઘુ ફિલ્મ નિર્માણનાં આવનારા નવવર્ષ શરુ થતાં પહેલા જ નવા વર્ષે એક નવા દ્રઢ સંકલ્પ સાથે બહાર આવ્યા હતા.
સમગ્ર કાર્યક્ર દરમ્યાન ચા-પાણી , ભોજન , અલ્પાહારની વ્યવસ્થા ચિત્રભારતી દ્રારા નિઃશુલ્ક કરવામાં આવી હતી.જેને સફળ બનાવવા હર્ષભાઇ , સતિષભાઇ , માધવભાઇ , હર્ષભાઇ રાવલની સમગ્ર ટીમે છેલ્લા એક માસનાં સખત પરિશ્રમથી સારી વ્યવસ્થાનું સુચારુ સંચાલન કર્યુ હતુ.આ કાર્યક્રમની વિશિષ્ટતા એ હતિ કે એમા લગભગ 25 જેટલી બ્હેન દિકરીઓએ પણ ઉત્સાહપુર્ણ ભાગ લીધો હતો.



