ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરનાં ગાંધી ચોકમાં ફાયર ફાઇટર પ્લેન ડિસ્પલે તરીકે મુકવામાં આવ્યુ છે. પરંતુ ગાંધીચોકમાં મુકવામાં આવેલ ફાયર ફાઇટર પ્લેનની જાણવળીના અભાવે હાલ પ્લેન ઉપર શ્ર્વાનનો કબ્જો હોય તેવું દ્રશ્ય સામે આવ્યુ છે. શહેરને દેશની રક્ષા માટે જે પ્લેન ઉપયોગ થયો હોય તેવા પ્લેનને શહેરમાં લોકોને દેશની સુરક્ષા અને શહીદોની ગાથા યાદ અપાવવા જે પ્લેન મુકવામાં આવ્યુ છે. તેની આજે મનપા દ્વારા રખેવાળી તો થતી નથી. ત્યારે શહેરનાં રખડતા ભટકતા શ્ર્વાન આરામથી પ્લેન ઉપર ચઢીને રખેવાળી કરતા હોય તેવુ દ્રશ્યમાં જોવા મળી રહ્યુ છે.
જૂનાગઢ ગાંધી ચોકમાં ફાઇટર પ્લેનની રખેવાળી કરતા શ્ર્વાનો
