સમગ્ર રાજ્યના મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેશે: જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે ‘આર્યન સ્પોર્ટસ ફેસ્ટિવલ- યોદ્ધા 2025’ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગની ભવ્ય સ્પર્ધાનું આયોજન હિંદુસ્તાન પ્રોજેક્ટસના ભીમાભાઈ કેશવાલા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
‘ગુજરાત કેસરી’ અંતર્ગત યોજાનાર આ અનોખી સ્પર્ધાના સ્પોન્સર હિંદુસ્તાન પ્રોજેક્ટ, આર. કે. બિલ્ડર્સ, બાર બેન્ડર્સ જીમ તથા ક્રેવેલો છે. સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવાના છે. આ મેગા ઈવેન્ટના મુખ્ય અતિથિ હિંદુસ્તાન પ્રોજેક્ટસના ભીમભાઈ કેશવાલા, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ડીએસઓ વિરેન્દ્રસિંહ જાડેજા, સામાજિક અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા- વેજાગામ રાજકોટ મ્યુનિસિપિલ ન.પા.ના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, ઉર્વેશ પટેલ- સાંદીપની સ્કૂલ ડી.સી.પી. જગદીશ બાંગરવા તથા ડી.સી.પી. પૂજા યાદવ હાજરી આપશે.
આ અનોખી સ્પર્ધા નિષ્પક્ષ યોજાય તે માટે રેફરી તરીકે ઈન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ રેફરી આશિષ વર્તક તથા શગુન વર્મા (મહારાષ્ટ્ર) સેવાઓ આપશે. પ્રતિ વર્ષ ગુજરાત કેસરીના આયોજન થકી આયોજકો બોડી બિલ્ડિંગ રમતમાં રાજ્યના ખેલાડીઓને અનોખું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. આ સ્પર્ધાઓમાં રમી ભૂતકાળમાં ઘણા ખેલાડીઓ નેશનલ તથા ઈન્ટરનેશનલ લેવલે પહોંચ્યા છે.
રાજકોટ શહેરની રમતપ્રેમી યુવા જનતા માટે આ અનોખી સ્પર્ધા નિહાળવા ખાસ વિનામૂલ્યે પ્રવેશ રાખવાનું નક્કી કર્યું છે. સ્પર્ધામાં ચેમ્પિયન બનનાર વિજેતાઓને મેડલ, ટ્રોફી, રોકડ ઈનામ તથા પી-નટ બટર એનાયત થશે.
શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા રમતપ્રેમી યુવાઓ માટે આ સ્પર્ધા એક અનોખો લ્હાવો રહેશે. આ સમગ્ર સ્પર્ધાના સુચારુ આયોજન માટે આયોજક સમિતિના જતીન જેઠવા, મનોજ બોરીચા, નિખિલ ગોહેલ, ભાર્ગવ ધકાણ, અનિલ રાણપરીયા, રિતેશ પટેલ, યશ સેંગર, તુષાર પટેલ, નવાબભાઈ, રુપેશભાઈ, અંકિત ઉપાધ્યાય, વૈભવ રાધનપુરા, વિશાલ પાલ, એઝાઝ શામદાર તથા ફરદીન સિદી મહેનત કરી રહ્યા છે.
રાજકોટની રમતપ્રેમી જનતા આ વિશિષ્ટ ટુર્નામેન્ટમાં સાંજે 4-30 વાગ્યાથી વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે.