ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વેરાવળ અને જૂનાગઢ શહેરમાં ઘણા દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. બપોરના સમયએ લોકોને ભારે ઉકળાટનો અનુભવ થાય છે. પરંતુ શહેરીજનોને દિવસ કરતા રાત્રિના 12 થી 5 વચ્ચે અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી રાત્રિના હવામાનમાં જેટલા ડિગ્રી તાપમાન નોંધાય તેના કરતા લોકોને અનુભવ (ફિલ લાઇક) વધારે ડિગ્રીનો થઇ રહ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યુ કે, શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનુ પ્રમાણ સાથે ભેજનુ પ્રમાણ વધતા બફારાનો લોકોને અનુભવ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન જે તાપમાન પડે છે તેના કરતા છેલ્લા 4 દિવસથી રાત્રિના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. દિવસમાં તાપમાન 35 થી 38 ડિગ્રી રહે છે તેના કરતા રાત્રિના વધારે તાપમાનનો અનુભવ થાય છે.



