રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી: માર્ચમાં ભીષણ ગરમીનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
વર્ષ 2025માં ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વર્ષે માર્ચમાં રેકોર્ડ ગરમી પડી શકે છે. આ દરમિયાન તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. માર્ચના બીજા સપ્તાહથી દિવસ અને રાત્રિનું તાપમાન વધશે. હવામાન વિભાગના સૂત્રોએ આ માહિતી આપી છે. દિલ્હીમાં 74 વર્ષમાં 27 ફેબ્રુઆરીની સૌથી ગરમ રાત નોંધાઈ છે.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં ભારે ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનને અસર થશે. 2022માં પણ માર્ચ મહિનામાં ભારે ગરમીને કારણે ઘઉંનો પાકને મોટા પાયે નુકસાન થયું હતું. સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્ર્મીરના પહાડી વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. લાહૌલ સ્પીતિ જિલ્લા તેમજ ચંબા અને કિન્નૌર જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ઉત્તરાખંડના ગંગોત્રીમાં 4 ફૂટ સુધી હિમવર્ષા થઈ છે. ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉધમપુરથી આગળ જવાના રસ્તા બંધ છે. ત્યાં મોટી સંખ્યામાં ટ્રક, બસ અને પેસેન્જર વાહનો ફસાયેલા છે.
છેલ્લા 15 દિવસથી તો ફેબ્રુઆરી મહિનામાં જ અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, 1 માર્ચથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે એક મહિના પહેલાં જ ઉનાળો રાજ્યમાં પ્રવેશી ચૂક્યો છે. વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2015થી લઈને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતનું મહત્તમ તાપમાન સૌથી વધુ નોંધાયું છે.
ગુજરાતવાસીઓએ શિયાળાના વિદાય સમયે છેલ્લા 15 દિવસ તો કાળઝાળ ગરમીનો અનુભવ કર્યા બાદ હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. એટલે કે, તાપમાનના એકાએક ઉતાર-ચઢાવથી ઠંડી અને ગરમીની અસર રહેશે. વર્ષ 2015થી 2025 સુધી એટલે કે, છેલ્લાં 10 વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નજીક રહેતું હોય છે. પરંતુ આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પણ વધુ નોંધાયું છે. આ વર્ષની ગરમીએ ગુજરાતવાસીઓને ત્રાહિમામ પોકારતા કર્યા છે.
- Advertisement -
દિલ્હીમાં 74 વર્ષમાં ફેબ્રુઆરીની સૌથી ગરમ રાત નોંધાઈ છે. ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 74 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ તાપમાન છે. ઈંખઉ અનુસાર, 27 ફેબ્રુઆરીએ સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 1951 થી 2025 વચ્ચે સફદરજંગમાં ફેબ્રુઆરીમાં નોંધાયેલું આ સૌથી વધુ લઘુત્તમ તાપમાન છે. 1951 અને 2025 વચ્ચે સફદરજંગ ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલ આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે, એટલે કે 74 વર્ષમાં સૌથી ગરમ રાત્રિ નોંધાઈ છે.
શુક્રવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંદીગઢ સહિત દેશના 15 રાજ્યોમાં વરસાદની શક્યતા છે. રાજસ્થાનના બિકાનેર સહિત 6 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.