વર્ષો પુરાણા બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ચૂક્યા છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
વડોદરાની બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા રાજ્યના મોટાભાગના જર્જરિત બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુય કેટલાક બ્રિજ તંત્રના ધ્યાને નહીં હોવાથી આ જર્જરિત બ્રિજ પર મોટી દુર્ઘટના બને તેવા એંધાણ નજરે પડે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કોંઢ તરફ જવાના માર્ગ પર આવેલી મોરબી શાખા નર્મદા કેનાલ પરનો બ્રિજ વર્ષો પૂર્વે નિર્માણ થયો હતો જે હાલ ખૂબ જ જાજરીત હાલતમાં હોવાનું સને આવ્યું છે અહીંથી અનેક ભારે વયનો પણ નીકળે છે અને બ્રિજ ખૂબ જ જર્જરિત હોવાથી લોખંડના સીટ પણ નારી આખે નજરે પડે છે કોંઢ સહિત અનેક ગામોના રહીશો આ પુલ પરથી નીકળે છે ત્યારે કોઈપણ સમયે આ જર્જરિત પુલ દુર્ઘટના સાથે તે પૂર્વે તંત્ર આ બ્રિજને પણ બંધ અથવા તો સમારકામ હાથ ધરે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવી છે.



