ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર અભ્યારણ આસપાસ વસતા વન્ય પ્રાણીના આંટાફેરા શહેર તરફ વધ્યા છે ત્યારે થોડા દિવસો અગાઉ ત્રણ જગ્યાએ દીપડો જોવા મળ્યો હતો જેમાં એક બાળક પર હુમલો કરવાનો બનાવ પણ સામે આવ્યો હતો ત્યારે બાદ ગાંધીગ્રામ વિસ્તારના સિંધી સોસાયટીમાં સિંહની લટાર મારતો હોવાના વિડિઓ પણ સામે આવ્યો હતો હવે યાત્રિકો થી ધમધમતા ગિરનાર પર્વત પર દીપડો સડસડાટ ચડતા હોવાનો વિડિઓ સામે આવ્યો છે પહાડોના પથ્થરો પર દીપડો દેખાતા ગિરનાર આવતા ભાવિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.