રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ છે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાનને જોતા 30 જાન્યુઆરીના શહીદ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. 30 જાન્યુઆરી 1948ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથૂરામ ગોડસેએ હત્યા કરી દીધી હતી. નથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતાને ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી.
#MartyrsDay | Prime Minister Narendra Modi pays tribute at Raj Ghat in Delhi, on #MahatmaGandhiDeathAnniversary pic.twitter.com/qsa5CGjwU4
- Advertisement -
— ANI (@ANI) January 30, 2023
આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને ટ્વિટ કરતાં લખ્યું કે, હું બાપુની પુણ્યતિથિ પર તેમને નમન કરૂ છું અને તેમના વિચારોને યાદ કરૂ છું. હું એ બધા લોકોને શ્રદ્ધાંજલી આપું છું જેઓ દેશની સેવામાં શહીદ થયા હતા. તેમના બલિદાનને કોઇ દિવસ ભુલી શકાતું નથી અને આપણે ભારતને વિકસિત કરવા માટે આપણો સંકલ્પ મજબૂત કરતા રહિશું.
- Advertisement -
#MartyrsDay | President Droupadi Murmu pays tribute at Raj Ghat in Delhi, on #MahatmaGandhiDeathAnniversary pic.twitter.com/HZQmWtl9Vu
— ANI (@ANI) January 30, 2023
ગૃહમંત્રી અમિતશાહએ બાપૂની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલી આપી. તેમણે ટ્વિટ કર્યું કે, સ્વદેશી અને સ્વાવલંબનના પથ પર ચાલીને દેશને આથ્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપનાર મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર કોટિ-કોટિ વંદન. આઝાદીના અમૃતકાળમાં પૂજ્ય બાપૂને સ્વચ્છતા. સ્વદેશી અને સ્વભાષાના વિચારોને અપનાવીને તેમના પર ચાલવા માટે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલી.
#MartyrsDay | Vice President Jagdeep Dhankhar pays tribute at Raj Ghat in Delhi, on #MahatmaGandhiDeathAnniversary pic.twitter.com/smulbA0SsU
— ANI (@ANI) January 30, 2023
આજ રોજ દિલ્હીના રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી આપી હતી. જેમની સાથે જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ પણ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
Delhi| Lok Sabha Speaker Om Birla & Delhi Lieutenant Governor Vinay Kumar Saxena pay floral tribute at Raj Ghat on #MahatmaGandhiDeathAnniversary pic.twitter.com/DC0iZ6cGXX
— ANI (@ANI) January 30, 2023